IPL Auction 2024 : હરાજી ખતમ, 72 ખેલાડી વેચાયા; મિશેલ સ્ટાર્ક બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
IPL 2024, IPL Auction 2024, Indian Premier League: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તેનું આયોજન દુબઈમાં થવા જઈ રહ્યું છે. હરાજીમાં તમામ 10 ટીમો 333 ખેલાડીઓ પર દાવ લગાવશે
LIVE
![IPL Auction 2024 : હરાજી ખતમ, 72 ખેલાડી વેચાયા; મિશેલ સ્ટાર્ક બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી IPL Auction 2024 : હરાજી ખતમ, 72 ખેલાડી વેચાયા; મિશેલ સ્ટાર્ક બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/c4e86f1aa424dc330dbaf155e57e0114170298508338650_original.jpg)
Background
IPL 2024, IPL Auction 2024, Indian Premier League: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તેનું આયોજન દુબઈમાં થવા જઈ રહ્યું છે. હરાજીમાં તમામ 10 ટીમો 333 ખેલાડીઓ પર દાવ લગાવશે. પરંતુ તેમાંથી માત્ર 77 ખેલાડીઓને જ ખરીદી શકાય છે. વિદેશી ખેલાડીઓ માટે 30 સ્લોટ આરક્ષિત છે. હરાજીની યાદીમાં ઘણા મોટા ખેલાડીઓ પણ સામેલ છે. આના પર ટીમોની ખાસ નજર રહેશે. શાર્દુલ ઠાકુર, વાનિન્દુ હસરંગા, મિશેલ સ્ટાર્ક, આદિલ રાશિદ અને લોકી ફર્ગ્યુસનને સારી રકમ મળી શકે છે. ટીમ ઈન્ડિયાના અનુભવી બોલર ઉમેશ યાદવ પણ આ હરાજીમાં સામેલ છે.
IPL 2024 ની હરાજી સમાપ્ત, કુલ 72 ખેલાડીઓ વેચાયા
IPL 2024 ની હરાજી પૂરી થઈ ગઈ છે. આ હરાજીમાં કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો રહ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી હર્ષલ પટેલ રહ્યો હતો. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુપી તરફથી રમતા સમીર રિઝવી સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી હતા. સમીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મુંબઈએ મોહમ્મદ નબીને અને દિલ્હીએ શાઈ હોપને ખરીદ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝનો વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપ પણ છેલ્લા રાઉન્ડમાં વેચાઈ ગયો હતો. હોપને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડરને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મુજીબ ઉર રહેમાન 2 કરોડમાં વેચાયો, લખનૌએ અરશદ ખાનને ખરીદ્યો
અફઘાનિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર મુજીબ ઉર રહેમાનને છેલ્લા રાઉન્ડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા અરશદ ખાનને લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
રોબિન મિન્ઝ પણ કરોડપતિ
ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝ માટે ઘણી ટીમોએ બોલી લગાવી હતી. જો કે, અંતે ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીને રૂ. 20 લાખની બેઝ પ્રાઇઝ સાથે રૂ. 3.60 કરોડમાં ખરીદ્યો હતો.
ઝાય રિચર્ડસનને 5 કરોડ મળ્યા
ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો યથાવત છે. જ્યાં ગુજરાત ટાઇટન્સે સ્પેન્સર જોન્સનને 10 કરોડમાં ખરીદ્યો હતો. જે રિચર્ડસનને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)