શોધખોળ કરો

MI vs SRH: પોતાની સ્થિતિ મજબૂત કરવા ઉતરશે હૈદરાબાદ, પ્લેઇંગ-11માં થઇ શકે છે રોહિતની વાપસી, જાણો બન્ને ટીમો વિશે.....

આત્મવિશ્વાસથી ભરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સોમવારે અહીં આઉટ ઓફ ફોર્મ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે આઈપીએલ પોઈન્ટ ટેબલમાં આગળ વધવાનો પ્રયાસ કરશે

Mumbai Indians vs Sunrisers Hyderabad Playing 11 Prediction: આઇપીએલમાં આજે મુંબઇની ટક્કર હૈદરાબાદ સામે થશે. મુંબઈની 11 મેચમાં 3 જીતથી માત્ર 6 પૉઈન્ટ છે, અને ટીમ પ્લે-ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો કે, મુંબઈના મુખ્ય ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આગામી T20 વર્લ્ડકપ માટે તેમના વ્યક્તિગત ફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો વળી સામે 10 મેચમાં 6 જીત અને 4 હારથી 12 પૉઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને રહેલી સનરાઈઝર્સ ઓલરાઉન્ડ પ્રદર્શન કરવા અને ખાસ કરીને તેમના બોલિંગ વિભાગમાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે.

આત્મવિશ્વાસથી ભરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સોમવારે અહીં આઉટ ઓફ ફોર્મ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે આઈપીએલ પોઈન્ટ ટેબલમાં આગળ વધવાનો પ્રયાસ કરશે. બીજીબાજુ રોહિત શર્મા 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ-11માં વાપસી કરી શકે છે, જે છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ સબ તરીકે રમ્યો હતો. છેલ્લી મેચ બાદ મુંબઈના સ્પિનર ​પિયૂષ ચાવલાએ કહ્યું હતું કે રોહિત કમરના દુઃખાવાના કારણે પ્લેઈંગ-11નો ભાગ નહોતો. જો કે, રોહિત હવે ફિટ હોવાનું કહેવાય છે, જેના કારણે તે હૈદરાબાદ સામેની ટીમ સાથે જોડાય તેવી આશા છે.

હૈદરાબાદની બૉલિંગમાં કરવો પડશે સુધારો 
10 મેચમાં 6 જીત અને 4 હારથી 12 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને રહેલી સનરાઈઝર્સ ઓલરાઉન્ડ પ્રદર્શન કરવા અને ખાસ કરીને તેમના બોલિંગ વિભાગમાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે. જો વાનખેડેની પીચ બેટિંગ માટે અનુકૂળ રહેશે, તો સનરાઇઝર્સના બેટ્સમેન ફરી એકવાર મોટો સ્કોર કરશે તેવી અપેક્ષા છે, જે તેઓ વર્તમાન સિઝનમાં ઘણી વખત કરી ચૂક્યા છે. અહીંની પીચો સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે અને ટૂંકી બાઉન્ડ્રીને કારણે 200થી વધુનો સ્કોર સામાન્ય છે. જોકે, ગયા શુક્રવારે મુંબઈ અને KKR વચ્ચે ધીમી પીચ પર મેચ રમાઈ હતી જેમાં બેટ્સમેનોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં ટોચના ક્રમાંકિત રાજસ્થઆન રોયલ્સને એક રનથી હરાવ્યા બાદ સનરાઇઝર્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી હશે.

ટ્રેવિસ હેડ પર રહેશે બધાની નજર 
ટ્રેવિસ હેડ (396 રન), અભિષેક શર્મા (315) અને હેનરિક ક્લાસેન (337) સનરાઇઝર્સ માટે સતત રન બનાવી રહ્યા છે, પરંતુ ટીમને સાઉથ આફ્રિકાના એડન માર્કરમ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રહેશે. નીતિશ કુમાર રેડ્ડીએ (219 રન) છેલ્લી કેટલીક મેચોમાં સારી બેટિંગ કરીને અન્ય બેટ્સમેનો પર દબાણ ઓછું કર્યું છે. ટી નટરાજન (15 વિકેટ)ની સચોટ બોલિંગ સનરાઇઝર્સ માટે મહત્વની રહેશે. આ ડાબોડી ફાસ્ટ બૉલર પર્પલ કેપ માટે મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહ (17 વિકેટ)ને પડકાર આપી રહ્યો છે.

રોહિત-સૂર્યકુમારને આપવું પડશે વધુ ધ્યાન 
મુંબઈના 11 મેચમાં 3 જીતથી માત્ર 6 પોઈન્ટ છે અને ટીમ પ્લે-ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો કે, મુંબઈના મુખ્ય ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આગામી T20 વર્લ્ડકપ માટે તેમના વ્યક્તિગત ફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રોહિતની દરેક પરિસ્થિતિમાં આક્રમક રીતે બેટિંગ કરવાની વ્યૂહરચના બહુ સફળ રહી નથી, જ્યારે વિશ્વના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમારની KKR સામેની અડધી સદી બાદ તેના પ્રદર્શનમાં સાતત્યની નજર રહેશે. ભારતીય વાઈસ-કેપ્ટન પંડ્યા બેટ અને બૉલ બંને સાથે તેના સામાન્ય ફોર્મ અને મુંબઈના કેપ્ટન તરીકે મેદાન પરના તેના નિર્ણયો માટે સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 આ પ્રકારે છે - 

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ- 
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, નેહલ વાધેરા, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, પિયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ-
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
Embed widget