શોધખોળ કરો

IPL જીત્યા બાદ ધોનીની ટીમનો વધુ એક કમાલ, ઇન્ટરનેશનલ લેવલ પર કર્યો આ કમાલ

સોશ્યલ મીડિયા ટ્વીટર પર એક પૉસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં ધોનીની ટીમને આંતરરાષ્ટ્રીય લેવલ પર ટૉપ ફાઇવ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે

IPL Final: આઇપીએલની 16મી સિઝનમાં ગુજરાતની ટીમને હૉમ ગ્રાઉન્ડ પર હરાવીને ચેન્નાઇની ટીમે પાંચમી વાર ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં ચેમ્પીયન હાર્દિક પંડ્યાની ટીમે ચાર વારની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સામે ટકરાઇ રહી હતી, મેચમાં વરસાદી વિઘ્ન બન્યુ પરંતુ બાદમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે મેચ 15 ઓવરની થઇ અને છેલ્લા બૉલ પર મેચનું પરિણામ આવ્યુ. ધોનીની ટીમે પાંચમી વાર ચેમ્પીયન બની. પરંતુ આ સાથે જ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ધોનીની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. 

હાલમાં સોશ્યલ મીડિયા ટ્વીટર પર એક પૉસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં ધોનીની ટીમને આંતરરાષ્ટ્રીય લેવલ પર ટૉપ ફાઇવ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ પૉસ્ટમાં જોઇએ તો, ચેન્નાઇની ટીમે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયા પર પણ વિજય મેળવ્યો છે, કારણ કે એપ્રિલ મહિનામાં સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર આ ટીમે મહાદ્વીપની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ટીમ અને સમગ્ર વિશ્વની ચોથી શ્રેષ્ઠ ટીમ બની છે. વર્લ્ડ રેન્કિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રીમિયર લીગ અને યૂરોપીયન દિગ્ગજ માન્ચેસ્ટર યૂનાઈટેડથી આગળ છે. એમએસ ધોનીની આગેવાની હેઠળ રિયલ મેડ્રિડ, એફસી બાર્સેલોના અને તુર્કીના ફૂટબોલ દિગ્ગજ ગાલાતાસરાયની સાથે ટ્વીટર પર સૌથી લોકપ્રિય ટીમના લિસ્ટમાં જોડાઈ ગઇ છે.

આંતરરાષ્ટ્રીય લેવલ પર હાલમાં યલો આર્મીના 9.97 મિલિયન ફોલોઅર્સ છે અને ટોચની 5 યાદીમાં સ્થાન મેળવનારી એશિયાની એકમાત્ર ટીમ છે. 41 વર્ષીય ધોની, રોહિત શર્મા (2013, 2015, 2017, 2019, 2022) સાથે ટૂર્નામેન્ટના ઈતિહાસ (2010, 2011, 2018, 2021, 2023માં ટાઇટલ)નો સંયુક્ત સૌથી સફળ કેપ્ટન બન્યો.

* IPL 2023ના 10 ખાસ રેકોર્ડ - 

1. IPLના ઈતિહાસમાં પહેલીવાર એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બન્યો હતો. આ સિઝનમાં 1124 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં 1062 છગ્ગા જોવા મળ્યા હતા.

2. IPL 2023માં ચોગ્ગાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા હતા. આ વર્ષે કુલ 2174 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં આ રેકોર્ડ 2018 ચોગ્ગાનો હતો.

3. IPLની 16મી સિઝનમાં સદીનો રેકોર્ડ પણ બન્યો હતો. આ વખતે IPLમાં બેટ્સમેનોએ 12 સદી ફટકારી હતી. સૌથી વધુ સદી આ વખતે એક સિઝનમાં જોવા મળી હતી. વર્ષ 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી.

4. IPLની એક સિઝનમાં આ વખતે સૌથી વધુ ફિફ્ટી પણ જોવા મળી હતી. IPL 2023માં બેટ્સમેનોએ 153 વખત 50થી વધુ રન ફટકાર્યા હતા. વર્ષ 2022માં આવું માત્ર 118 વખત થયું હતું.

5. એક સિઝનમાં સૌથી વધુ 200 રનથી વધુનું ટોટલ બનાવવામાં આવ્યું હતું. આ સિઝનમાં કુલ 37 વખત 200થી વધુ ટોટલ બન્યા હતા. વર્ષ 2022માં કુલ 200 પ્લસ માત્ર 18 વખત કરવામાં આવ્યા હતા.

6. IPLની 16મી સિઝનમાં ફર્સ્ટ ઇનિંગનો સરેરાશ સ્કોર 183 હતો, જે IPLની કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે. વર્ષ 2018માં સરેરાશ સ્કોર 172 હતો.

7. રન રેટના મામલે પણ આ સિઝન ટોપ પર રહી હતી. IPL 2023માં બેટ્સમેનોએ પ્રતિ ઓવર 8.99 રનની ઝડપે બેટિંગ કરી હતી. વર્ષ 2018નો સર્વશ્રેષ્ઠ 8.65 રન પ્રતિ ઓવર હતો.

8. IPL 2023માં 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો પીછો મહત્તમ વખત કરવામાં આવ્યો હતો. IPLમાં 8 વખત ટીમોએ 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. વર્ષ 2014માં આવું એક સિઝનમાં માત્ર ત્રણ વખત થયું હતું.

9. IPLની એક સિઝનમાં એક જ ટીમના ત્રણ બોલરોએ 25 કે તેથી વધુ વિકેટો મેળવી હતી. આ લીગના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાને આવું કર્યું હતું.

10. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને પ્રભસિમરન સિંહે IPLની 16મી સિઝનમાં આ કારનામું કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Embed widget