IPL 2025 મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સનું મિશન ટેલેન્ટ હન્ટ શરૂ, રાહુલ દ્રવિડ પણ રહ્યા હાજર
IPL Mega Auction 2025: IPL 2025ની મેગા ઓક્શન પહેલા દરેક ફ્રેન્ચાઈઝી કોઈને કોઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં રાજસ્થાન રોયલ્સ પણ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં વ્યસ્ત છે.
Rajasthan Royals Trials Camp at Nagpur: IPL 2025ની મેગા ઓક્શનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સે નાગપુરમાં તેની ટેલેન્ટ ટ્રાયલનું આયોજન કર્યું છે. ભૂતપૂર્વ ભારતીય ટીમ અને રાજસ્થાન રોયલ્સના નવા મુખ્ય કોચ, રાહુલ દ્રવિડ પણ આ ટ્રાયલ્સમાં હાજર રહ્યા હતા અને તેમણે નવા ખેલાડીઓની ક્ષમતાઓનું મૂલ્યાંકન કર્યું હતું. નાગપુરમાં રાજસ્થાન રોયલ્સની એકેડેમીમાં આયોજિત આ ટ્રાયલ્સમાં યુવા અને આશાસ્પદ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેઓ આગામી સિઝનમાં ટીમનો ભાગ બનવાની અપેક્ષા છે.
રાહુલ દ્રવિડનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
ભૂતપૂર્વ ભારતીય કોચ અને ફ્રેન્ચાઇઝીના નવા મુખ્ય કોચ, રાહુલ દ્રવિડનું મહારાષ્ટ્રના તાલેગાંવમાં ટીમના હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્રવિડનો આ પ્રથમ પ્રવાસ હતો અને તેના આગમનથી યુવા ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કેમ્પ દરમિયાન રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડને આવકારવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરેડ અને તિલક વિધિ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર હાજર તમામ ખેલાડીઓ માટે આ એક ખાસ ક્ષણ હતી, કારણ કે આ દિગ્ગજ ક્રિકેટરની દેખરેખમાં તેમને પોતાની રમત સુધારવાની તક મળી રહી છે.
Welcoming India’s World Cup winner and our Head Coach to the Royals High Performance Centre 💗🏡 pic.twitter.com/A6vtKgqetg
— Rajasthan Royals (@rajasthanroyals) September 25, 2024
રાજસ્થાન રોયલ્સની તૈયારી
રાજસ્થાન રોયલ્સ, જેણે 2008 માં તેનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું, તેણે હંમેશા પાયાના સ્તરે પ્રતિભા વિકાસ પર ભાર મૂક્યો છે. ટીમ નાગપુર, જયપુર અને ગુવાહાટી જેવા મોટા શહેરોમાં તેમજ યુકે અને યુએઈમાં એકેડમી ધરાવે છે. આ એકેડમીનો ઉદ્દેશ્ય નવા અને ઉભરતા ખેલાડીઓને પ્રોફેશનલ ક્રિકેટ માટે પ્લેટફોર્મ આપવાનો છે. નાગપુરમાં આયોજિત આ ટ્રાયલ પણ ટીમની નીતિનો એક ભાગ છે, જ્યાં તેઓ IPL 2025ની મેગા હરાજી પહેલા નવા અને આશાસ્પદ ખેલાડીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં