IPL 2025ની મેચની ટિકિટ ક્યાંથી અને ક્યારથી ખરીદી શકશો? જાણો કિંમત સહિતની તમામ જાણકારી
IPL 2025 Ticket Booking: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 18મી સીઝન એટલે કે IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે

IPL 2025 Ticket Booking: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 18મી સીઝન એટલે કે IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી 25 મે દરમિયાન રમાશે, જેમાં 10 ટીમો ભાગ લેશે અને મેચો માટે 13 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. સીઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (KKR vs RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
IPL 2025 શરૂ થવામાં હજુ ઘણા અઠવાડિયા બાકી છે, પરંતુ ચાહકોમાં ટિકિટ ખરીદવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી BCCI એ ટિકિટ બુકિંગ પ્રક્રિયા અંગે કોઈ વિગતો જાહેર કરી નથી, પરંતુ પાછલી સીઝનની જેમ મોટાભાગની ટિકિટો ઇન્ટરનેટ દ્વારા એટલે કે ઓનલાઈન વેચવામાં આવશે. ચાહકો ટીમોની સત્તાવાર વેબસાઇટ અથવા Paytm, BookMyShow જેવા પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદી શકશે.
ટિકિટનું વેચાણ ક્યારે શરૂ થશે
IPL 2025 માટે ટિકિટોનું વેચાણ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં શરૂ થઈ શકે છે કારણ કે BCCI ભૂતકાળમાં પણ આ સમયે ટિકિટ ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. ઘણી ટીમોએ તેમની મેચો માટે પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કરી દીધી છે. ઉદાહરણ તરીકે, રાજસ્થાન રોયલ્સના સમર્થકો 7 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેથી વેચાણ શરૂ થાય ત્યારે ટિકિટ મેળવવાનું તેમના માટે સરળ બને.
IPL 2025 માટે ટિકિટની કિંમત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટિકિટની કિંમત સ્ટેડિયમ અને તેમાં હાજર સ્ટેન્ડ અનુસાર નક્કી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જનરલ સ્ટેન્ડમાં સીટોની કિંમત 800-1500 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. પ્રીમિયમ સીટોની કિંમત 2000-5000 રૂપિયાની વચ્ચે હશે. VIP અને એક્ઝિક્યુટિવ બોક્સમાં સીટની કિંમત 6000-20,000 રૂપિયાની વચ્ચે હશે. કોર્પોરેટ બોક્સમાં બેસવા માટે વ્યક્તિને સીટ માટે 25,000 થી 50,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.
અમદાવાદમાં 7 મેચો રમાશે
- 25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
- 29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
- 9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
- 19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
- 2 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
- 14 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
- 18 મે – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ



















