શોધખોળ કરો

IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ, જોફ્રા આર્ચરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ  

રાજસ્થાન રોયલ્સના બોલર જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

Jofra Archer Most Expensive Spell: રાજસ્થાન રોયલ્સના બોલર જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે IPL ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરનાર બોલર બની ગયો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં 76 રન આપ્યા હતા. આ મામલે તેણે ભારતીય બોલર મોહિત શર્માને પાછળ છોડી દીધો છે. IPL 2024માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે મોહિતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 73 રન આપ્યા હતા.

4 ઓવરમાં 76 રન આપ્યા

જોફ્રા આર્ચર માટે  ખૂબ જ ખરાબ દિવસ હતો. તેણે ઇનિંગની 5મી ઓવરમાં પોતાનો સ્પેલ શરૂ કર્યો હતો. પોતાના ઘાતક બોલ માટે પ્રખ્યાત જોફ્રા આર્ચરે જ્યારે પ્રથમ ઓવરમાં 23 રન આપ્યા તો બધા ચોંકી ગયા. કેપ્ટન રિયાન પરાગે તેને 11મી ઓવરમાં ફરી એક વખત લાવ્યો, જેમાં તેણે 12 રન આપ્યા. આર્ચરે 2 ઓવરમાં 35 રન આપ્યા હતા.

જ્યારે ત્રીજી ઓવર આવી ત્યારે ઈશાન કિશન શાનદાર શોટ ફટકારી રહ્યો હતો. આર્ચરે પણ તેના સ્પેલની ત્રીજી ઓવરમાં 22 રન આપ્યા હતા. તેણે માત્ર 3 ઓવરની બોલિંગમાં અડધી સદી ફટકારી હતી. આર્ચર તેના ટૂંકા રન-અપ અને ઝડપી ગતિ સાથે બોલિંગ કરે છે. તેણે પોતાના સ્પેલની છેલ્લી ઓવરમાં 23 રન પણ આપ્યા હતા. આ રીતે આર્ચરે તેની 4 ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા હતા.

એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલરો 

જોફ્રા આર્ચર એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર છે. જ્યારે મોહિત શર્માએ 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને બાસિલ થમ્પી છે, જેણે વર્ષ 2018માં એક સ્પેલમાં 70 રન આપ્યા હતા. યશ દયાલે તેના સ્પેલમાં 69 રન આપ્યા હતા અને રીસ ટોપ્લીએ પણ એક સ્પેલમાં 68 રન આપ્યા હતા.

જોફ્રા આર્ચર - 76 રન
મોહિત શર્મા - 73 રન
બેસિલ થમ્પી - 70 રન
યશ દયાલ - 69 રન
રીસ ટોપ્લી - 68 રન 

ઈશાન કિશનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ધમાકેદાર અડધી સદીના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025ની તેમની પ્રથમ મેચમાં 286 રન બનાવ્યા હતા. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ ગયા વર્ષની જેમ જ જોવા મળી.  હૈદરાબાદના બેટ્સમેનોએ રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ ઓવરથી જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ઈશાન કિશન આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. જ્યારે ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત

Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ

Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

ABP Premium

વિડિઓઝ

Sokhada Swaminarayan sect conflict: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત લાવવા યોજાઈ મૌન રેલીDeesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફીVadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારીGondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs RR Live Score:  હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ, ઈશાનની અણનમ સદી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે

Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

Embed widget