IPL 2022: કોલકાતાના આ બોલરે તેજ ઝડપે છલાંગ લગાવી કેચ ઝડપ્યો, સુહાના ખાન કેચ જોઈને ખુશ, જુઓ વીડિયો
આઈપીએલની મેચોમાં ક્યારે શું થશે તે કહેવું મુશ્કેલ હોય છે. આવું જ કંઈક ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાયેલી મેચમાં જોવા મળ્યું.
IPL 2022: આઈપીએલની મેચોમાં ક્યારે શું થશે તે કહેવું મુશ્કેલ હોય છે. આવું જ કંઈક ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાયેલી મેચમાં જોવા મળ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલાં સુંદર બોલીંગ કરી અને પછી શાનદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સને હારાવ્યું હતું. કોલાકાતાએ 14.3 ઓવરમાં જ 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં કેકેઆરના ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ ચિત્તા જેવી ઝડપથી કેચ ઝડપીને ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા હતા. આ કેચ જોઈને સ્ટેંડમાં બેસીને મેચ જોઈ રહેલી શાહરુખ ખાનની પુત્રી સુહાના અને બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ ખુશ થઈ ગઈ હતી અને તાળીઓ પાડી હતી.
ડાઈવ મારીને કેચ ઝડપ્યોઃ
પંજાબ કિંગ્સની બેટિંગ ચાલતી હતી ત્યારે 19મી ઓવરમાં આંદ્રે રસેલ બોલિંગ કરી રહ્યો હતો. પંજાબની ટમે 9 વિકેટ ગુમાવીને માત્ર 137 રન કર્યા હતા. રસેલની ઓવરમાં પહેલા બોલ પર કૈગિસો રબાડાએ હવામાં સીધો અને લાંબો શોટ્સ ફટકાર્યો હતો. આ કેચ કરવા માટે લોન્ગ ઓફ તરફથી અજિંક્ય રહાણે અને લોન્ગ ઓન તરફથી ટિમ સાઉદીએ દોડવાનું શરુ કર્યું હતું. જો કે રહાણે બોલ સુધી પહોંચે તે પહેલાં જ ટિમ સાઉદીએ હવામાં ડાઈવ મારીને શાનદાર રીતે કેચ ઝડપી લીધો હતો.
Tim Southee 😍 #IPL2022 pic.twitter.com/2WiqXXtJWq
— Amanpreet Singh (@AmanPreet0207) April 1, 2022
આ દરમ્યાન કોમેંટેટર્સે કહ્યું કે, કેચ રહાણેનો હતો પરંતુ સાઉદીની ઝડપથી પહોંચી ગયો અને કેચ ઝડપી લીધો. આ વિકેટ મહત્વની હતી કેમ કે રબાડાએ 15 બોલમાં 25 રન ફટકારી ચુક્યો હતો. સાઉદીનો આ રોમાંચક કેચ જોઈને સ્ટેંડમાં બેઠેલી સુહાના ખાન અને અનન્યા પાંડે પણ ઉભી થઈ હતી અને તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી.