IPL 2025: કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ, IPLમાં ફટકાર્યા સૌથી ઝડપી 5000 રન, તૂટ્યા અનેક રેકોર્ડ
KL Rahul Fastest to 5000 IPL Runs: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ખેલાડી બન્યો છે.

KL Rahul Fastest to 5000 IPL Runs: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ખેલાડી બન્યો છે. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જેમાં તેણે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બાબતમાં તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે, જેમણે 135 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા, જ્યારે રાહુલે 130 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
Class is permanent. 💙❤️ pic.twitter.com/8Jg2qGp4VL
— Delhi Capitals (@DelhiCapitals) April 22, 2025
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા કેએલ રાહુલે 129 ઇનિંગ્સમાં 4949 રન બનાવ્યા હતા. લખનઉ સામેની મેચમાં 51 રન બનાવીને તેણે આઈપીએલમાં 5 હજાર રનનો આંકડો પાર કર્યો છે. તેણે હવે તેની 139 મેચની IPL કારકિર્દીમાં 5006 રન ફટકાર્યા હતા જેમાં ચાર સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે.
IPLમાં સૌથી ઝડપી 5,000 રન
IPLમાં KL રાહુલે 130 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 5 હજાર રન પૂરા કર્યા છે. આ યાદીમાં ડેવિડ વોર્નર બીજા સ્થાને છે, જેમણે 135 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે તેણે 157 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં એબી ડી વિલિયર્સ અને શિખર ધવનના નામ પણ સામેલ છે.
કેએલ રાહુલ - 130 ઇનિંગ્સ
ડેવિડ વોર્નર - 135 ઇનિંગ્સ
વિરાટ કોહલી - 157 ઇનિંગ્સ
એબી ડી વિલિયર્સ - 161 ઇનિંગ્સ
શિખર ધવન - 168 ઇનિંગ્સ
IPL 2025માં KL રાહુલ ધમાલ મચાવી રહ્યો છે
કેએલ રાહુલે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆતની 2 મેચ રમી ન હતી. 2 મેચ ગુમાવવા છતાં તે ઓરેન્જ કેપની રેસમાં છે. રાહુલે અત્યાર સુધીમાં 7 ઇનિંગ્સમાં 64.6 ની સરેરાશથી 323 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં સાતમા સ્થાને છે. તે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીના સૌથી વધુ રન કરનાર ખેલાડી પણ છે.
IPL 2025ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. કેએલ રાહુલ 57 રન કરીને અણનમ પરત ફર્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 34 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા ઓપનર અભિષેક પોરેલે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ સીઝનમાં બીજી વખત લખનઉને હરાવ્યું છે. આ તેની છઠ્ઠી જીત છે.




















