KKR vs SRH: કોલકાતાએ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફની આશા રાખી જીવંત
KKR vs SRH IPL 2022: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે.
KKR vs SRH: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. કોલકાતાની આ જીતનો હીરો આન્દ્રે રસેલ રહ્યો હતો. પ્રથમ બેટિંગમાં રસેલે 28 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ બોલિંગમાં 22 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
ચહલ પાસેથી આ ઓલરાઉન્ડરે છીનવી IPLની પર્પલ કેપ
IPL 2022 Purple Cap: રાજસ્થાન રૉયલ્સના સ્ટાર બૉલર યુજવેન્દ્ર ચહલના હાથમાંથી પર્પલ કેપ છીનવાઇ ગઇ છે. હવે આના પર RCB ના શ્રીલંકન ઓલરાઉન્ડર અને સ્પિનર વાનિન્દુ હસરંગાએ કબજો જમાવી દીધો છે. શુક્રવારે રાત્રે પંજાબ સામે રમાયેલી મેચમાં બે વિકેટોની સાથે હસરંગાએ આ IPL સિઝનમાં ચહલની વિકેટોની બરાબરી કરીને તેની પાસેથી પર્પલ કેપ છીનવી લીધી છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના વાનિન્દુ હસરંગાએ આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચોમાં 14.65 ની એવરેજથી 23 વિકેટો ઝડપી છે. આની બૉલિંગ ઇકૉનોમી 7.48 રહી છે. રાજસ્થાન રૉયલ્સના સ્પીનર યુજવેન્દ્ર ચહલ પણ આ સિઝનમાં 23 વિકેટો ઝડપી ચૂક્યો છે. રાજસ્થાનની આગામી મેચમાં આ પર્પલ કેપ ફરીથી તેની પાસે જઇ શકે છે.હાલમાં પર્પલ કેપની આ રેસમાં હર્ષલ પટેલ, કગિસો રબાડા અને કુલદીપ યાદવ પણ સામેલ છે.
પૉઝિશન | બૉલર | મેચ | વિકેટ | બૉલિંગ એવરેજ | ઇકોનૉમી રેટ |
1 | વાનિન્દુ હસરંગા | 13 | 23 | 14.65 | 7.48 |
2 | યુજવેન્દ્ર ચહલ | 12 | 23 | 15.73 | 7.54 |
3 | કગિસો રબાડા | 11 | 21 | 16.38 | 8.39 |
4 | હર્ષલ પટેલ | 12 | 18 | 19.44 | 7.72 |
5 | કુલદીપ યાદવ | 12 | 18 | 20.66 | 8.71 |