LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ
પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. લખનૌને તેના જ હોમગ્રાઉન્ડ પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

LSG vs PBKS Full Match Highlights: પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. લખનૌને તેના જ હોમગ્રાઉન્ડ પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચાલુ સિઝનમાં પંજાબની આ સતત બીજી જીત છે, જ્યારે લખનૌને ટૂર્નામેન્ટની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એલએસજીએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17મી ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પંજાબ ટીમનો નવો સ્ટાર પ્રિયાંશ આર્ય આ વખતે ચાલી શક્યો ન હતો, પરંતુ લખનૌમાં પ્રભસિમરનનું તોફાન જોવા મળ્યું હતું. પ્રભસિમરન સિંહે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને મેચમાં તેણે 34 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
કેપ્ટન શ્રેયસ અય્યર ફરી ચમક્યો
પ્રભસિમરન સિંહના આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સની ઇનિંગ્સને ઝડપથી આગળ ધપાવી હતી. શ્રેયસ અય્યરે પણ વિસ્ફોટક ઈનિંગ રમતા 30 બોલમાં 52 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર નોટ આઉટ રહ્યો હતો. પંજાબને જીત અપાવવામાં શ્રેયસ અય્યરનું મહત્વનું યોગદાન હતું.
પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવીને આ સિઝનની બીજી જીત નોંધાવી હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 16.2 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવી મેચ જીતી લીધી હતી. સતત બે મેચમાં જીત સાથે પંજાબ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે.
પ્રભસિમરન સિંહના આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સની ઇનિંગ્સને ઝડપથી આગળ ધપાવી હતી. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં કેપ્ટન શ્રેયસે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વખતે લખનૌ સામે તેણે 30 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. અય્યરે માત્ર 2 મેચમાં 149 રન બનાવ્યા છે અને બંને મેચમાં અડધી સદી ફટકારી છે.
પંજાબની જીતમાં નેહલ વાઢેરાએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. વાઢેરાએ 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસની સાથે તેણે માત્ર 37 બોલમાં 67 રન ઉમેર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો માત્ર દિગ્વેશ રાઠી જ 2 વિકેટ લઈ શક્યો હતો. તેના સિવાય અન્ય તમામ બોલરો ફ્લોપ સાબિત થયા હતા. તમને જણાવી દઈએ કે આ જીત સાથે પંજાબ કિંગ્સ હવે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે.

