LSG vs SRH: હૈદરાબાદ સામે કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ, કોહલી અને રોહિત જેવા ખેલાડીઓની યાદીમાં થયો સામેલ
IPL 15 ની મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી.
IPL 15 ની મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે રાહુલના નામે વધુ એક મોટો રેકોર્ડ જોડાઈ ગયો છે. IPL 15માં લખનઉની ટીમને સતત બીજી જીત મળી છે. તેણે હૈદરાબાદને 12 રને હરાવ્યું. આ મેચ જીત્યા બાદ લખનઉના ચાર પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ હૈદરાબાદે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદની આ સતત બીજી હાર છે.
રાહુલે આ રેકોર્ડ બનાવ્યો હતો
કેએલ રાહુલે તેની ટી20 કારકિર્દીમાં અડધી સદીની અડધી સદી પૂરી કરી છે. આ કારનામું કરનાર તે પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે. તેમાં આંતરરાષ્ટ્રીય અને લીગ બંનેના અર્ધશતકનો સમાવેશ થાય છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ અર્ધસદી કરનાર ભારતીય
વિરાટ કોહલી 76, રોહિત શર્મા 69, શિખર ધવન 63, સુરેશ રૈના 53 અને કેએલ રાહુલ 50 અડધી સદી ફટકારી છે.
કેપ્ટન કેએલ રાહુલ (68) અને દીપક હુડા (51)ની શાનદાર ઇનિંગ્સને કારણે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે IPL 2022ની 12મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરજી)ને 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એલએસજીએ 20 ઓવરમાં સાત વિકેટે 169 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન કેએલ રાહુલ અને દીપક હુડ્ડા વચ્ચે 87 રનની ભાગીદારી નોંધાઈ હતી. એસઆરજીના વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ અને ટી નટરાજને બે-બે વિકેટ લીધી હતી.
રાહુલ 50 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 68 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આયુષ બદોની સાથે 19 બોલમાં 30 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ચોથા બોલ પર નટરાજને શાનદાર યોર્કર પર કૃણાલ પંડ્યાને ક્લીન બોલ્ડ કર્યો હતો. લખનઉ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 170 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.