IPL 2022: રાજસ્થાન સામે જીતવા રોહિત શર્માએ આજે કયા મેચ વિનરને ફરીથી ટીમમાં સામેલ કર્યો, પ્રથમ મેચમાં કેમ રાખ્યો હતો બહાર, જાણો
મુંબઇના મીડલ ઓર્ડરને આનાથી મજબૂતી મળશે. પહેલી મેચમાં સૂર્યકુમારની કમી ટીમને જરૂર પડી હતી.
MI vs RR : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ટક્કર થશે. આજની મેચમાં એકબાજુ સક્સેસ કેપ્ટન રોહિત શર્મા છે, તો બીજીબાજુ યુવા કેપ્ટન સંજૂ સેમસન છે. ખાસ વાત છે કે, સંજૂ સેમસન આ વખતે સારી શરૂઆત સાથે હૈદરાબાદને હાર આપીને પ્રથમ જીત નોંધાવી ચૂકી છે, જ્યારો રોહિત શર્માની ટીમ પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારી ચૂકી છે, આજની મેચ જીતવા માટે રોહિત શર્મા પોતાના સ્ટાર ખેલાડીને પાછો લાવશે.
મેચ પહેલા મુંબઇ માટે સારા સમાચાર -
મુંબઇ ઇન્ડિયન્સના ક્રિકેટ નિદેશક ઝહિર ખાને શુક્રવારે કન્ફોર્મ કર્યુ કે, તેમાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાન વિરુદ્ધ આઇપીએલ 2022ની બીજી મેચ માટે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. મુંબઇના મીડલ ઓર્ડરને આનાથી મજબૂતી મળશે. પહેલી મેચમાં સૂર્યકુમારની કમી ટીમને જરૂર પડી હતી. ગઇ ફેબ્રુઆરીમાં કોલકત્તામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારતની ત્રીજી ટી20 મેચ દરમિયાન સૂર્યકુમારને ઇજા પહોંચી હતી, જેના કારણે સૂર્યકુમાર યાદવ દિલ્હી સામેની પ્રથમ મેચ ન હતો રમી શક્યો. ઝહિર ખાને એ પણ બતાવ્યુ કે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન પણ સિલેક્શન માટે ઉપલબ્ધ છે. કિશનને શાર્દૂલ ઠાકુરના યોર્કર બૉલ પર ઇજા થઇ હતી.
MI vs RR Live Streaming: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે એક મોટી મેચ જોવા મળશે. આજે શનિવારે ડબલ હેડર મેચો રમાશે. પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI) ની ટક્કાર રાજસ્થાન રૉયલ્સ (RR) ની વચ્ચે જોવા મળશે.
ક્યારે ને ક્યાં રમાશે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સની મેચ ?
એમઆઇ અને આરઆરની ટીમો આ સિઝનમાં પહેલીવાર આમમને સામને થશે. આ મેચ આજે શનિવારે બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે, મેચનો ટૉસ બપોરે 3 વાગે થશે. આ મેચ નવી મુંબઇ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે.
કઇ ચેનલ પરથી જોઇ શકાશે આઇપીએલ મેચનુ લાઇવ ટેલિકાસ્ટ ?
મુંબઇ અને રાજસ્થાન વચ્ચે શનિવારની મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ ?
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.