MI vs CSK: ચેન્નાઈ સામેની મેચમાં અર્જુન તેંડૂલકરનું ડેબ્યુ નક્કી, આ ખેલાડીની જગ્યા લેશે અર્જુન
આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચમાં મુંબઈ પાસે આ સીઝનની પહેલી મેચ જીતવાની તક છે. આ સાથે ચેન્નાઈની ટીમ પણ આ મેચમાં પોતાની બીજી જીત મેળવવા માટે મહેનત કરશે.
MI vs CSK: મુંબઈ ઈંડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) આજે સામ-સામે ટકરાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચમાં મુંબઈ પાસે આ સીઝનની પહેલી મેચ જીતવાની તક છે. આ સાથે ચેન્નાઈની ટીમ પણ આ મેચમાં પોતાની બીજી જીત મેળવવા માટે મહેનત કરશે. આ દરમિયાન આજની મેચમાં મુંબઈ ઈંડિયન્સ મોટો નિર્ણય કરી શકે છે. મુંબઈ પોતાની આજની પ્લેઈંગ ઈલેવનમાં અર્જુન તેંડૂલકરનો (Arjun Tendulkar) સમાવેશ કરી શકે છે.
અર્જુનને મળી શકે છે તકઃ
મુંબઈની ટીમ ચેન્નાઈ સામેની મેચમાં અર્જુનને તક આપી શકે છે. અર્જુન ઘણા સમયથી મુંબઈની ટીમનો સભ્ય રહ્યો છે. આ સિવાય આ વખતે અર્જુનને 20222ની આઈપીએલની હરાજીમાં મુંબઈએ 30 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. જ્યારે તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા હતી.
ઉલ્લેખનીય છે કે, આજની મેચ પહેલાં મુંબઈ ઈંડિયન્સે અર્જુન તેંડૂલકરનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં અર્જુન નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરતો દેખાઈ રહ્યો છે. અર્જુન આ વીડિયોમાં પોતાના બોલથી સ્ટમ્પ ઉડાવતો નજર આવે છે. બેટિંગ કરી રહેલો ખેલાડી સમજી પણ નથી શકતો કે ઈ રીતે બોલ સ્ટમ્પમાં ઘુસી ગયો. અર્જુનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
You ain't missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
આજે મુંબઈ પાસે છેલ્લી તકઃ
આ સીઝનમાં મુંબઈનું પ્રદર્શન કંઈ ખાસ સારુ નથી રહ્યું. ટીમ પોતાની શરુઆતની 6 મેચોમાં હારી ચુકી છે. આ સ્થિતિમાં જો આજે પણ મુંબઈ ચેન્નાઈ સામેની મેચ હારી જશે તો, પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર સંપુર્ણ રીતે પુર્ણ થઈ જશે. આ વાતને ધ્યાનમાં રાખતાં મુંબઈની ટીમ આ મેચમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહી કરે અને મેચ જીતવા માટે પુરો પ્રયત્ન કરશે.