(Source: ECI/ABP News/ABP Majha)
MI vs LSG Score Live: મુંબઈએ રચ્યો હારનો ઈતિહાસ, લખનઉની 36 રને શાનદાર જીત
પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે.
LIVE
Background
પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધીની સાતેય મેચ હારી ચૂક્યું છે. પાંચ વખતના ચેમ્પિયન માટે અત્યાર સુધી કંઈપણ સારુ રહ્યુ નથી. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે માત્ર એક ચમત્કાર જ તેને પ્લેઓફમાં પહોંચાડી શકશે.
બીજી તરફ લખનઉની ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધીમાં સાતમાંથી ચાર મેચ જીતી છે પરંતુ છેલ્લી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 18 રનથી હાર મળી હતી. જો કે, લખનએ પ્રથમ તબક્કાની મેચમાં મુંબઈને 18 રને હરાવ્યું હતું, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધુ હશે. એક સિઝનમાં પ્રથમ સાત મેચ હારી જનારી મુંબઈ પ્રથમ ટીમ છે. ટીમની છેલ્લી મેચ બાદ રોહિતે કહ્યું, “કોઈની સામે આંગળી ઉઠાવવી મુશ્કેલ છે, પરંતુ અમે મેચની શરૂઆત સારી રીતે કરી રહ્યા નથી. જો તમે વહેલી વિકેટ ગુમાવો છો, તો તે નુકસાન છે."
લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું
વાનખેડે ખાતે રમાયેલી IPL 2022ની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત આઠમી હાર છે. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ તેની પ્રથમ આઠ મેચ હારી છે. આ સાથે જ લખનૌની આ પાંચમી જીત છે.
36 બોલમાં જીત માટે 76 રનની જરુર
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 93 રન બનાવ્યા છે. પોલાર્ડ હાલ રમતમાં છે. ટીમને 36 બોલમાં જીત માટે 76 રનની જરુર છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 રનને પાર
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 રનને પાર થયો છે. ઈશાન કિશન માત્ર 8 રન બનાવીને આઉટ થયો છે. રોહિત શર્મા હાલ 37 રન બનાવી રમતમાં છે.
લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 100 રનને પાર
લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 100 રનને પાર થયો છે. કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. લખનઉની ટીમે 14.3 ઓવરમાં 114 રન બનાવી લીધા છે.
સુપર જાયન્ટનો સ્કોર 50 રનને પાર
લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 50 રનને પાર થયો છે. કેએલ રાહુલ 47 રન બનાવી રમતમાં છે.