(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને IPL 2025 મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડેવિડ મિલરને LSGએ ખરીદી લીધો છે.
Mohammed Shami Sold to SRH IPL 2025: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. શમી પર ચેન્નાઈ સુપર કિંગ્સથી લઈને કોલકાતા નાઈટ રાઈડર્સે પણ બોલી લગાવી, પરંતુ અંતે SRHએ બાજી મારી. ગુજરાત ટાઈટન્સે શમી પર RTM કાર્ડ રમવાનો ઇનકાર કરી દીધો. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના ધાકડ બેટ્સમેન ડેવિડ મિલરને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
You want pace, you get pace! ⚡️ ⚡️
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Mohammad Shami joins #SRH for INR 10 Crore 🙌 🙌#TATAIPLAuction | #TATAIPL | @MdShami11 | @SunRisers pic.twitter.com/Jxl8Kv781J
મોહમ્મદ શમીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર જગ્યા મળી હતી
મેગા ઓક્શનમાં મોહમ્મદ શમીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાં સ્થાન મળ્યું, ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 10 કરોડ રૂપિયામાં તેનો હિસ્સો મેળવવામાં સફળ રહી. શમીએ વર્ષ 2013માં રમાયેલી IPL સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. આ પછી, તે 2014 થી 2018 IPL સીઝન સુધી દિલ્હી કેપિટલ્સ (ડેરડેવિલ્સ) ટીમ માટે રમ્યો. જ્યારે વર્ષ 2019માં શમીને પંજાબ કિંગ્સ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને તેણે 2021ની આઈપીએલ સીઝન સુધી તે જ ટીમ સાથે રમવાનું ચાલુ રાખ્યું હતું.
IPLમાં શમીનું અત્યાર સુધીનું પ્રદર્શન આવું રહ્યું છે
જો આપણે IPLમાં મોહમ્મદ શમીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 110 મેચ રમીને 26.86ની એવરેજથી કુલ 127 વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 8.44 હતો. IPLની એક મેચમાં શમીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ રહ્યું છે. આ સિવાય શમીએ ટી20 ઈન્ટરનેશનલમાં પણ 23 મેચ રમી છે અને તેમાં તેણે 24 વિકેટ ઝડપી છે.
ભારતીય ટીમના વિકેટકીપર બેસ્ટમેન રિષભ પંત પર આ વખતેઆઇપીએલ 2025માં આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લાગી છે. જેદામાં યોજાયેલી આઇપીએલ ઓક્શનમાં આજે કસમક્સ છે. રિષભ પંત પર બોલી લાગી રહી હતી તે સમયે જ્યારે બોલી 20 કરોડ ઉપર પહોંચીઓ ત્યારે દિલ્લી કેપિટલે RTMનો ઉપયોગ કરીને રિષભ પંતને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સમયે લખનૌને મોકો મળ્યો અને 27 કરોડમાં પંતને ખરીદી લીધો હતો. આ સાથે દિલ્લીને તેનું RTM રદ કરવું પડ્યું અને રિષભ પંત લખનૌનો ભાગ બન્યો હતો.
આ પણ વાંચોઃ