(Source: ECI/ABP News/ABP Majha)
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ્યો. પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કડક ટક્કર જોવા મળી.
Punjab Kings Arshdeep Singh IPL 2025 Team: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં પાછો ખરીદી લીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે અર્શદીપ પર 15.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ PBKS એ RTM કાર્ડ રમ્યું. રાઈટ ટુ મેચ કાર્ડ પછી SRH એ પોતાની બોલી વધારીને 18 કરોડ કરી, પરંતુ પંજાબે તેને પણ મેચ કરીને અર્શદીપને પોતાની સાથે જોડ્યો.
અર્શદીપ સિંહ પર સૌ પ્રથમ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલી લગાવી. ચેન્નાઈએ 7.25 કરોડ સુધી જઈને અર્શદીપ પર વધુ પૈસા ખર્ચ્યા નહીં, પરંતુ દિલ્હીએ 9.50 કરોડ સુધી પ્રયાસ કર્યો. અહીંથી RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જોવા મળી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ સાડા દસ કરોડ સુધી જઈને આશા છોડી દીધી. રાજસ્થાન રોયલ્સે પણ પ્રયાસ કર્યો, જેણે 11 કરોડ રૂપિયાથી પોતાની પ્રથમ બોલી લગાવી, પરંતુ RR ના મેનેજમેન્ટે પણ 15.50 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનો ઇનકાર કરી દીધો.
સનરાઈઝર્સ હૈદરાબાદે 15.75 કરોડ રૂપિયામાં અર્શદીપને પોતાની સાથે જોડી લીધો હતો, પરંતુ પંજાબ કિંગ્સ પાસે રાઈટ ટુ મેચ કાર્ડ બાકી હતું. પંજાબે RTM કાર્ડ રમવા માટે હા પાડી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની અગલી બોલી 18 કરોડ રૂપિયા કરી દીધી. પંજાબના મેનેજમેન્ટે થોડા વિચાર વિમર્શ બાદ SRH ની વધેલી બોલીને મેચ કરી અને ફરીથી અર્શદીપને પોતાની સાથે જોડ્યો.
𝗙𝗶𝗿𝘀𝘁 𝗯𝗶𝗱 𝗼𝗳 𝘁𝗵𝗲 #TATAIPLAuction ✅
Right To Match straight into play! ✅
Arshdeep Singh 🤝 Punjab Kings
He fetches a whopping 𝗜𝗡𝗥 𝟭𝟴 𝗖𝗿𝗼𝗿𝗲 👌 👌#TATAIPL | @arshdeepsinghh | @PunjabKingsIPL pic.twitter.com/v1FQbrWPyE — IndianPremierLeague (@IPL) November 24, 2024
આ પહેલા પંજાબ કિંગ્સે શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહના રૂપમાં માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા. પંજાબ પાસે 110.5 કરોડ રૂપિયાનું પર્સ બાકી હતું, પરંતુ અર્શદીપ સિંહ પર 18 કરોડ રૂપિયા ખર્ચ થયા બાદ PBKS ના પર્સમાં 92.5 કરોડ રૂપિયા બાકી રહ્યા છે.
રવિવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી 2025ની મેગા હરાજીમાં શ્રેયસ અય્યર IPL હરાજી ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા.
શ્રેયસની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતો પરંતુ આ હરાજી પહેલાં તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.
શ્રેયસે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો. સ્ટાર્ક દુબઈમાં યોજાયેલી છેલ્લી હરાજીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો છે. તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.
આ પણ વાંચોઃ
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો