PBKS vs CSK : પંજાબ કિંગ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે 11 રને જીત
IPL 2022 ની 38મી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Background
PBKS vs CSK: IPL 2022 ની 38મી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ જો ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો પંજાબ કિંગ્સ સાતમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. તે જ સમયે, જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાત મેચમાં પાંચ હાર સાથે નવમા ક્રમે છે.
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હરાવ્યું
મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી IPL 2022ની 38મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હરાવ્યું હતું. પંજાબની આઠ મેચોમાં આ ચોથી જીત છે. આ સાથે જ ચેન્નાઈની આઠ મેચોમાં આ છઠ્ઠી હાર છે.
પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 176 રન જ બનાવી શકી હતી. એક સમયે એવું લાગતું હતું કે અંબાતી રાયડુ સરળતાથી ચેન્નાઈને જીત અપાવી દેશે, પરંતુ 18મી ઓવરમાં કાગિસો રબાડાએ માત્ર છ રન આપીને અને રાયડુને આઉટ કરીને પંજાબ કિંગ્સનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.
અંબાતી રાયડુએ આક્રમક ઈનિંગ
અંબાતી રાયડુએ આક્રમક ઈનિંગ રમત શાનદાર અડધી સદી ફટકારી છે. રાયડુએ હાલ 75 રન બનાવી રમતમાં છે. ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા છે.




















