(Source: ECI/ABP News/ABP Majha)
PBKS vs DC: પ્લેઓફ પહેલાં દિલ્હીને મળ્યો તોફાની ઓપનર બેટ્સમેન, મહત્વની મેચમાં 200ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
Punjab Kings vs Delhi Capitals: IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો માટે આ મેચ "કરો યા મરો" સમાન છે, કારણ કે જે ટીમ આ મેચ હારશે તે પ્લેઓફમાં પહોંચવાની તક ગુમાવી દેશે. ત્યારે આજની મેચમાં મોટો નિર્ણય લેતાં દિલ્હી કેપિટલ્સે તેમની ઓપનિંગ જોડી બદલી છે.
પૃથ્વી શૉ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરી રહ્યો હતો, પરંતુ તે બિમાર હોવાના કારણે કેએસ ભરતને ઓપનિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ભરત ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. આ સ્થિતિમાં સરફરાઝ ખાનને આજની મહત્વપૂર્ણ મેચમાં ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે દિલ્હીને પહેલા જ બોલ પર મોટો ફટકો લાગ્યો હતો. ડેવિડ વોર્નર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. પરંતુ આ પછી સરફરાઝે વિસ્ફોટક બેટિંગ શરૂ કરી હતી.
સરફરાઝે તેના નેચરલ શોટ ફટકાર્યા હતા. તેણે 200.00ની સ્ટ્રાઇક રેટથી 32 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સરફરાઝના બેટમાંથી 5 ચોગ્ગા અને એક સિક્સર નીકળી હતી. એટલે કે તેણે ચોગ્ગા અને સિક્સરની મદદથી 26 રન બનાવ્યા હતા. તેથી કહી શકાય કે દિલ્હીની ટીમ સારી ઓપનિંગ જોડી માટે જજુમી રહી હતી તેવો ઓપનર બેટ્સમેન સરફરાજના રુપમાં મળ્યો છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
On Tonight's Menu 👨🍳 👉🏼 Sarfu Scoops 🍨
Sarfaraz Khan entertained us with a 🔝 cameo 👉🏼 3️⃣2️⃣ off 1️⃣6️⃣ 🤩#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | #PBKSvDC pic.twitter.com/sZzQRCZ50a — Delhi Capitals (@DelhiCapitals) May 16, 2022
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન - જોની બેરસ્ટો, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, મયંક અગ્રવાલ (કેપ્ટન), જીતેશ શર્મા, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન - ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), લલિત યાદવ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ.
To many more Scoops & Sweeps 💙
— Delhi Capitals (@DelhiCapitals) May 16, 2022
5️⃣0️⃣0️⃣ runs for Sarfaraz Khan in the #IPL 💪🏻#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | #PBKSvDC pic.twitter.com/4YRZteIhrv