PBKS vs DC, IPL 2023: દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું
દિલ્હીને ગત મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા પિચ તપાસતા જોવા મળ્યા હતા.

Background
PBKS vs DC Live પંજાબ અને દિલ્હી વચ્ચે ધર્મશાલામાં રમાનારી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. પંજાબના કેપ્ટન શિખર ધવને જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીને ગત મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા પિચ તપાસતા જોવા મળ્યા હતા. IPLએ બે તસવીરો ટ્વિટ કરી છે. આમાં પોન્ટિંગ દેખાઈ રહ્યો છે. બીજી તસવીરમાં પંજાબનો કેપ્ટન શિખર ધવન જોવા મળી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 198 રન જ બનાવી શકી હતી.
પંજાબને જીતવા માટે 59 રનની જરૂર
પંજાબ કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 12 બોલમાં 38 રનની જરૂર છે. સેમ કરન 7 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોન 77 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી છે.




















