શોધખોળ કરો

ચહલના 'ચક્રવ્યૂહ'માં ફસાઈ કોલકાતા, 111 રન બનાવીને પણ જીતી ગયું પંજાબ

આ મેચમાં પહેલા રમતા પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં KKRની ટીમ માત્ર 95 રન બનાવી શકી હતી.

PBKS vs KKR Highlights IPL 2025 Match 31: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું. આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને રોમાંચ કોને કહેવાય તેનો અંદાજ આવી ગયો હશે. આ મેચમાં પહેલા રમતા પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં KKRની ટીમ માત્ર 95 રન બનાવી શકી હતી. સામાન્ય રીતે આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબના બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતાં કોલકાતાના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો હતો.

112 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનિંગ બેટ્સમેન 7 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ક્વિન્ટન ડી કોક 2 રન બનાવીને આઉટ થયો હતો અને સુનીલ નારાયણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ લો સ્કોરિંગ મેચમાં અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 55 રનની ભાગીદારી કરીને KKRની જીતની તકો વધારી દીધી હતી. મેચમાં કોલકાતા તરફથી રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. બીજી તરફ રહાણેએ 17 રન બનાવ્યા હતા.

7 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી

112 રનના ટાર્ગેટનો પીછો કરતા KKRએ એક તબક્કે 3 વિકેટના નુકસાને 72 રન બનાવી લીધા હતા. આ પછી અંગક્રિશ રઘુવંશીના આઉટ થવાથી શરૂ થયેલો સિલસિલો અટક્યો ન હતો અને કોલકાતાની ટીમે માત્ર 7 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાની વિકેટ પડી હતી. વેંકટેશે માત્ર 7 રન બનાવ્યા અને રિંકુ સિંઘ જેનાથી મોટા સ્કોર થવાની આશા હતી તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો.

યુઝવેન્દ્ર ચહલનો ચક્રવ્યૂહ

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની હાલત ખરાબ કરવામાં સૌથી મોટો ફાળો યુઝવેન્દ્ર ચહલનો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને ચાર મહત્વની વિકેટ લીધી હતી. ચહલે અજિંક્ય રહાણે અને ખાસ કરીને અંગક્રિશ રઘુવંશીની વિકેટ લઈને મેચને પંજાબની તરફેણમાં ફેરવી દીધી હતી. આ સિવાય તેણે રિંકુ સિંહ અને રમનદીપ સિંહની વિકેટ પણ લીધી હતી.   લો સ્કોરિંગ મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ

Embed widget