PBKS vs RCB Score: ફાઈનલમાં બેંગ્લુરુએ પંજાબને જીતવા આપ્યો 191 રનનો ટાર્ગેટ, અર્શદીપની અંતિમ ઓવરમાં 3 વિકેટ
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2025 ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબને જીતવા 191 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

IPL 2025: અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2025 ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબને જીતવા 191 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બેંગ્લુરુએ પ્રથમ બેટિંગ કરી 190 રન બનાવ્યા હતા. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જો પંજાબે ટાઇટલ જીતવું હોય તો તેણે 120 બોલમાં 191 રન બનાવવા પડશે.
કોહલી સૌથી વધુ 43 રન બનાવ્યા
બેંગ્લુરુની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં આરસીબી તરફથી વિરાટ કોહલી સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન અને રોમારિયો શેફર્ડે સારી ઇનિંગ્સ રમી હતી.
RCB માટે વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ઇનિંગની શરૂઆત કરી હતી. મેચ પહેલા એવી અફવાઓ હતી કે સોલ્ટ ફાઇનલ નહીં રમે, પરંતુ તે ફાઇનલ રમ્યો પણ માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટની ઇનિંગ દરમિયાન ભારે ટીકા થઈ કારણ કે તેણે 43 રન બનાવ્યા હતા પરંતુ તેની બાઉન્ડ્રી ટકાવારી ખૂબ ઓછી હતી. તેણે 43 રનની ઇનિંગમાં ફક્ત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલ આક્રમક બેટિંગ કરવાના મૂડમાં આવ્યો હતો, પરંતુ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગયો.
Innings break!
— IndianPremierLeague (@IPL) June 3, 2025
Crucial cameos galore from #RCB but #PBKS pull things back well 👏
1️⃣9️⃣1️⃣ to get and it all comes down to this!
Who will get their hands on the 🏆?
Scorecard ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/jqFhdegMB7
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ બેંગ્લુરુની શરૂઆત ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ નવ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. તેને જૈમિસન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ પછી વિરાટ કોહલીએ મયંક અગ્રવાલ સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મયંક મોટા શોટનો પીછો કરતા આઉટ થયો હતો. તે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ પછી રજત પાટીદાર 16 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
વિરાટે લિવિંગસ્ટોન સાથે 36 રનની ભાગીદારી કરી હતી. વિરાટે 35 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા બાદ અઝમતુલ્લાહનો શિકાર બન્યો હતો. જીતેશ શર્માએ જ્વલંત ઇનિંગ રમી હતી, પરંતુ મોટા શોટનો પીછો કરતા તે વિજયકુમાર દ્વારા બોલ્ડ થયો હતો. જીતેશે 10 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા.
છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી
અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે 20મી ઓવરના બીજા બોલ પર રોમારિયો શેફર્ડ (17 રન), ચોથા બોલ પર કૃણાલ પંડ્યા (4 રન) અને ભુવનેશ્વર કુમાર (1 રન) ની વિકેટ લીધી. પંજાબ તરફથી અર્શદીપ અને જેમિસને ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે અઝમતુલ્લાહ ઓમરઝઈ, વિજયકુમાર વિશાક અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.




















