MI vs RR: આજે મુંબઇ-રાજસ્થાન વચ્ચે ટક્કર, આવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ-XI, જાણો મેચ પ્રિડિક્શન અને પીચ રિપોર્ટ.....
જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ તેની બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. અહીં રમાયેલી મેચોમાં સૌથી મોટો સ્કોર 196 રનનો છે. અહીં બંને ઇનિંગ્સમાં મોટો સ્કોર જોવા મળી રહ્યો છે
IPL 2024 RR vs MI: આજે (22 એપ્રિલ, સોમવાર) IPL 2024ની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. જયપુરમાં રમાનાર આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી મહત્વની રહેશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ રાજસ્થાન સામે જીત મેળવીને પોતાની સ્થિતિ સુધારવા માંગશે.
બીજીબાજુ રાજસ્થાન રોયલ્સ 7 મેચમાં 6 જીતીને ટેબલ ટોપર છે. મુંબઈ સામેની મેચ જીતીને રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખવા ઈચ્છશે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેચમાં ઉતરવા ઈચ્છશે. તો ચાલો જાણીએ કે આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હશે. આ સિવાય અમે તમને મેચની આગાહી અને પિચ રિપોર્ટ સહિતની તમામ માહિતી આપીશું.
પીચ રિપોર્ટ
જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ તેની બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. અહીં રમાયેલી મેચોમાં સૌથી મોટો સ્કોર 196 રનનો છે. અહીં બંને ઇનિંગ્સમાં મોટો સ્કોર જોવા મળી રહ્યો છે. જો કે, અહીં ઝાકળની વધુ અસર થતી નથી. આવી સ્થિતિમાં બીજા દાવમાં બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો નથી મળતો. વિકેટમાં સ્પિનરો માટે મદદ જોવા મળી રહી છે. જેમ જેમ મેચ આગળ વધે તેમ સ્પિનરો વધુ અસરકારક બને છે.
બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. આ મેચોમાં મુંબઈ 15 જીત સાથે આગળ છે. બીજીબાજુ રાજસ્થાને 13 જીત હાંસલ કરી છે. બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે.
મેચ પ્રિડિક્શન
રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે. ટીમે 7 મેચ રમી છે, જેમાં તેણે 6માં જીત મેળવી છે. ટીમ 6 જીત બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ મુંબઈ સાતમા સ્થાને છે. મુંબઈએ અત્યાર સુધી 7માંથી 3 મેચ જીતી છે. આજે બંને વચ્ચે જયપુરમાં મેચ રમાશે. આવી સ્થિતિમાં અમારું અનુમાન મીટર કહે છે કે હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી રાજસ્થાનની ટીમ મુંબઈ પર પ્રભુત્વ જમાવી શકે છે.
મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ.
ઈમ્પેક્ટ પ્લેયર- આકાશ માધવાલ.
રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જાયસ્વાલ, જોસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન/સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ઇમ્પેક્ટ પ્લેયર- નાંદ્રે બર્જર/કેશવ મહારાજ.