RR vs LSG: IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો આર. અશ્વિન, જાણો કેમ નિર્ણય લીધો
IPL 15માં આજે સાંજથી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જે IPLના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.
![RR vs LSG: IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો આર. અશ્વિન, જાણો કેમ નિર્ણય લીધો Ravichandran Ashwin Wrote History In IPL 2022 Became The First Player To Be Retired RR Vs LSG RR vs LSG: IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો આર. અશ્વિન, જાણો કેમ નિર્ણય લીધો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/b087c3ab3395ed034953e4189c2a5e87_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 15માં આજે સાંજથી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જે IPLના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. લીગમાં પ્રથમ વખત કોઈ ખેલાડીને રિટાયર્ડ આઉટ થયો છે. રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો. લીગમાં આવું પ્રથમ વખત બન્યું છે. જે બાદ રિટાયર્ડ આઉટ શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
રિટાયર્ડ આઉટ એટલે શું?
રિટાયર્ડ આઉટ એટલે કોઈ પણ બેટ્સમેન જ્યારે એમ્પાયર કે સામેની ટીમના કેપ્ટનને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે કોઈ પરવાનગી વગર પવેલિયનમાં પરત ફરે. આઈસીસીના નિયમ 25.4 માં બેટ્સમેનના રિટાયર્ડ થવાના નિયમ જણાવવામાં આવ્યા છે. રિટાયર્ડ આઉટનો સરળ અર્થ એવો કરી શકાય કે બેટ્સમેન પોતાની રીતે રમતમાંથી બહાર નીકળીને પવેલિયનમાં પાછો આવી જાય.
શા માટે અશ્વિન રિટાયર્ડ આઉટ થયોઃ
રાજસ્થાને 67 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ અને રુસી વાન ડેર ડુસેન પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી રાજસ્થાનના ટીમ મેનેજમેન્ટે રવિચંદ્રન અશ્વિનને રિયાન પરાગની પહેલાં રમવા માટે મોકલ્યો હતો. રાજસ્થાનનો આ નિર્ણય સાચો સાબિત થયો. અશ્વિને શિમરોન હેટમાયર સાથે મળીને સારી બેટિંગ કરી અને વિકેટો પડતી અટકાવી હતી. પાછળથી, અશ્વિનને લાગ્યું કે રિયાન પરાગ હજુ આવવાનો બાકી છે અને તે તેના કરતા વધુ સારો શોટ ફટકારીને રન બનાવી શકે છે, તેથી તેણે આઉટ થવાનું નક્કી કર્યું. અશ્વિને હેટમાયર સાથે 68 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન જ્યારે અમ્પાયર અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલને જાણ કર્યા વિના પેવેલિયન પરત ફર્યો ત્યારે રાજસ્થાનનો સ્કોર 135 રન હતો.
આ પણ વાંચોઃ
KKR vs DC: ઋષભ પંતે ધોની સ્ટાઈલમાં આંખના પલકારામાં જ શ્રેયસ અય્યરને આઉટ કર્યો, જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)