IPL 2022, Playoff Qualifiers: RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, જાણો પ્લેઓફ અને ટેલી લીડરબોર્ડ માટે ક્વોલિફાય થનારી ટોચની 4 ટીમો કઈ છે
IPL 2022, Playoff Qualifiers: ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
IPL 2022 Playoff Qualifiers : અત્યાર સુધીમાં ત્રણ ટીમો IPL 2022 પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી હવે તેમાં RCBનો પણ સમાવેશ થયો છે. હવે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમ ચાર ટિમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. આ સાથે જ ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને પંજાબની ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પ્લેઓફમાં ચોથા સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ અને આરસીબી વચ્ચે જ સ્પર્ધા હતી, જેમાં દિલ્હી કેપિટલ્સ નિષ્ફળ રહી છે.
The Journey continues…❤️
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022
Playoffs, HERE WE COME! 👊🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/Y6ifDUPyHF
IPL 2022ના પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાનનો સામનો ગુજરાત સામે થશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મેના રોજ રમાશે. ચેન્નાઈ સામેની જીત સાથે રાજસ્થાનના 18 પોઈન્ટ થઈ ગયા હતા. આ સાથે જ ગુજરાતના 20 પોઈન્ટ છે. 25 મેના રોજ યોજાનાર પ્રથમ એલિમિનેટરમાં RCBની ટીમ લખનૌ સામે રમતી જોવા મળશે.