RCB vs LSG Live Streaming: આજે બેંગ્લૉર-લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ?
આરસીબીએ આ આઈપીએલની તેમની પ્રથમ મેચ મુંબઈ સામે 8 વિકેટે જીતી હતી, પરંતુ બીજી મેચમાં કોલકાતા સામે 81 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
![RCB vs LSG Live Streaming: આજે બેંગ્લૉર-લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ? RCB vs LSG Live Streaming Online When To Watch Lucknow Super Giants Royal Challengers Bangalore T20 IPL Match RCB vs LSG Live Streaming: આજે બેંગ્લૉર-લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/b91128fb34420fd4f46151cdef3ba6be168112051383377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LSG vs RCB Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (10 એપ્રિલ) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે, આઈપીએલમાં આ પહેલા બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે અને બંનેમાં આરસીબીએ જીત હાંસલ કરી છે. આ મેચો ગઇ સિઝનમાં રમાઈ હતી. જોકે, આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સ મોટો મોકો છે, કેમ કે આ સિઝનમાં અત્યાર સુધી રમેલી ત્રણમાથી બે મેચોમાં શાનદાર જીત હાંસલ કરી છે. જ્યારે RCBએ અત્યાર સુધી બે મેચ રમી છે અને એકમાં જ જીત હાંસલ કરી છે, અને બીજી એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આરસીબીએ આ આઈપીએલની તેમની પ્રથમ મેચ મુંબઈ સામે 8 વિકેટે જીતી હતી, પરંતુ બીજી મેચમાં કોલકાતા સામે 81 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજીબાજુ લખનઉની ટીમે તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવીને મેળવી હતી, તો બીજી મેચમાં તેને CSKના હાથે 12 રને રોમાંચક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ત્રીજી મેચમાં, લખનઉની ટીમ ફરીથી જીતના પાટા પર પરત ફરી હતી, અને સનરાઇઝર્સ હૈદરાબાદને 24 બૉલ બાકી રહેતા 5 વિકેટે હરાવી દીધુ હતુ.
આ વખતે બન્ને ટીમો જીત માટે જોરદાર પ્રયાસ કરતી જોવા મળશે, કેમ કે બંને ટીમના કેટલાક ખેલાડીઓ ફૂલ ફૉર્મમાં ચાલી રહ્યાં છે. તો કેટલાક અત્યાર સુધી બેરંગ સાબિત થયા છે. આવી સ્થિતિમાં આજની મેચમાં નજીકની લડાઈ જોવા મળી શકે છે. બેમાંથી કોઈ પણ ટીમ આ મેચ જીતી શકે છે. જાણો કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ?
બેંગ્લૉર અને લખનઉ વચ્ચેની આજની મેચ ક્યારે ને ક્યાં જોઇ શકાશે ?
લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની આ મેચ આજે (10 એપ્રિલ) સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો બેંગ્લૉરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર વિવિધ ભાષાઓમાં કરવામાં આવશે. Jio સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. અહીં અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળવાનો ઓપ્શન પણ છે. અહીં તમે આ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)