IPL: યુવા ક્રિકેટર પ્રિયાંશ આર્યાએ તોડ્યો 5 વર્ષ જુનો IPL રેકોર્ડ, ફાઇનલમાં આ રીતે રચ્યો ઇતિહાસ
RCB vs PBKS, IPL Final 2025: પ્રિયાંશ હવે ડેબ્યૂ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટ્સમેન બની ગયો છે

RCB vs PBKS, IPL Final 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલમાં 3 જૂન (મંગળવાર) ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB) સામે થયો હતો. આ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા, પંજાબ કિંગ્સે તેમના ઓપનરો તરફથી સારી શરૂઆત કરી. પ્રિયાંશ આર્ય અને 'ઇમ્પેક્ટ સબ' પ્રભસિમરન સિંહે મળીને પ્રથમ વિકેટ માટે 43 રન ઉમેર્યા.
પ્રિયાંશ આર્યએ ૧૯ બોલમાં ૨૪ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટૂંકી ઇનિંગ દરમિયાન પણ પ્રિયાંશ આર્યએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. પ્રિયાંશ હવે ડેબ્યૂ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પ્રિયાંશના સાથી ઓપનર પ્રભસિમરન સિંહની વાત કરીએ તો, તેણે આ મેચમાં ૨૨ બોલમાં બે છગ્ગાની મદદથી ૨૬ રનનું યોગદાન આપ્યું હતું.
પ્રિયાંશ આર્યએ દેવદત્ત પડિકલનો રેકોર્ડ તોડ્યો હતો. દેવદત્ત પડિકલે 2020 ની પોતાની પહેલી IPL સિઝનમાં 473 રન બનાવ્યા હતા. દેવદત્ત તે સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંનો ભાગ હતો. વળી, પ્રિયાંશ આર્યએ IPL ની પોતાની પહેલી સિઝનમાં 17 મેચ રમી હતી અને 27.94 ની સરેરાશથી 475 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેના બેટમાંથી 1 સદી અને 2 અડધી સદી આવી હતી. પ્રિયાંશનો સ્ટ્રાઈક રેટ 179.24 હતો.
પ્રથમ IPL સિઝનમાં સૌથી વધુ રન (અનકેપ્ડ ભારતીય)
475- પ્રિયાંશ આર્ય, 2025
473- દેવદત્ત પડિકલ, 2020
439- શ્રેયસ ઐયર, 2015
397- તિલક વર્મા, 2022
391- રાહુલ ત્રિપાઠી, 2017
370- વેંકટેશ ઐયર, 2021
ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંની પ્લેઈંગ ઈલેવન:-
ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
ઈમ્પેક્ટ સબ: સુયશ શર્મા
ફાઇનલમાં પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન: -
પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમીસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ સબ: પ્રભસિમરન સિંહ.




















