LSG vs RCB: રોમાંચક મેચમાં જીત સાથે બેંગ્લુરુની ક્વોલિફાયર-1માં એન્ટી, જીતેશ શર્માની વિસ્ફોટક ઈનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે RCB ક્વોલિફાયર-1 માં પહોંચી ગયું.

LSG vs RCB IPL Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આ સાથે પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. IPL 2025 માં લીગ સ્ટેજની આ છેલ્લી મેચમાં LSG એ પ્રથમ બેટિંગ કરતા 227 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, RCB એ 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટે જીત મેળવી. વિરાટ કોહલીની અડધી સદી અને જીતેશ શર્મા અને મયંક અગ્રવાલ વચ્ચેની સદીની ભાગીદારીના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે RCB ક્વોલિફાયર-1 માં પહોંચી ગયું.
𝙅𝙖𝙯𝙯𝙮 𝙅𝙞𝙩𝙚𝙨𝙝 😎
— IndianPremierLeague (@IPL) May 27, 2025
An absolute masterclass 👏#RCB fans, a word for your captain 👇
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RCBTweets pic.twitter.com/Z4GN9RoRKB
RCB ટોપ-2 માં રહેવા માંગતી હતી અને પ્રથમ ક્વોલિફાયર રમવા માંગતી હતી, તો તેમના માટે આ મેચમાં લખનૌને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. LSG દ્વારા આપવામાં આવેલા 228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગલુરુએ ખૂબ જ સારી અને ઝડપી શરૂઆત કરી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ વચ્ચે 61 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી, આ દરમિયાન સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. રજત પાટીદાર 14 રન બનાવીને આઉટ થયો હતો અને લિયામ લિવિંગસ્ટોન બીજા જ બોલ પર શૂન્યના સ્કોર પર આઉટ થયા હતા.
90 રનના સ્કોર પર RCBએ 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલી હજુ પણ ક્રીઝ પર ઊભો હતો. મયંક અગ્રવાલ અને કોહલી વચ્ચે સારી ભાગીદારી રહી હતી, પરંતુ પછી કોહલી 54 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટની વિકેટ પછી બાકી રહેલું કામ મયંક અગ્રવાલ અને જીતેશ શર્માએ પૂર્ણ કર્યું.
જીતેશ શર્માની સામે પંતની સદી ઝાંખી પડી
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી ઋષભ પંતે 61 બોલમાં અણનમ 118 રન બનાવ્યા. તેની ઇનિંગના કારણે જ LSG એ 227 રન બનાવ્યા. જવાબમાં RCB એ 123 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી. જીતેશ શર્મા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને તેણે આવતાની સાથે જ ફટકારવાનું શરૂ કરી દીધું. તેણે 33 બોલમાં અણનમ 85 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. તેણે મયંક અગ્રવાલ સાથે 107 રનની ભાગીદારી કરી. અગ્રવાલ પણ 41 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.




















