(Source: ECI/ABP News/ABP Majha)
RR vs LSG: રાજસ્થાન-લખનઉની વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવનથી લઇને પીચ રિપોર્ટ સુધી.....
IPL 2023માં રાજસ્થાન રૉયલ્સ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલના નેતૃત્વ વાળી ટીમે અત્યાર સુધી કુલ પાંચ મેચો રમી છે
Rajasthan Royals vs Lucknow Super Giants: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે (19 એપ્રિલ) રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ આમને સામને ટકરાશે. બન્ને ટીમો ત્યારે સૌથી મજબૂત છે અને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ જીત માટે ટકરાશે. એકબાજુ રાજસ્થાન રૉયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. બીજીબાજુ લખનની ટીમ આજની મેચ જીતીને જીતના પાટા પર આવવાનો પુરેપુરો પ્રયાસ કરશે. કેએલ રાહુલની ટીમ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. જાણો અહીં આજની મેચ માટેની સંભવિત પ્લેઇંગ 11, પીચ રિપોર્ટ અને બંને ટીમોનું મેચ પ્રિડક્શન.....
રાજસ્થાન રૉયલ્સનું જબરદસ્ત પ્રદર્શન
IPL 2023માં રાજસ્થાન રૉયલ્સ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલના નેતૃત્વ વાળી ટીમે અત્યાર સુધી કુલ પાંચ મેચો રમી છે, જેમાંથી ચારમાં જીત અને એકમાં હાર થઈ છે. જો પૉઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ટીમ 8 પૉઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પણ આ સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. કેએલ રાહુલની ટીમે 5 મેચ રમી છે જેમાં 3માં જીત અને 2માં હાર થઈ છે. 6 પૉઈન્ટ સાથે ટીમ પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
પીચ રિપોર્ટ -
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. T20 મેચો અહીં ઉચ્ચ સ્કૉરિંગ છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ પીચ સ્પિનરો માટે અનુકૂળ બનતી જાય છે. બંને ટીમો અહીં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનું ઇચ્છશે. કારણ કે, અહીં છેલ્લી કેટલીક મેચોમાં ટીમોએ ટાર્ગેટનો પીછો કરીને જીત મેળવી છે.
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના આ 11 ખેલાડીઓ રમી શકે છે -
રાજસ્થાન રૉયલ્સના સંભવિત પ્લેઇંગ 11: -
સંજૂ સેમસન (કેપ્ટન), જૉસ બટલર, યશસ્વી જાયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, રિયાન પરાગ, જેસન હૉલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યૂઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બૉલ્ટ, સંદીપ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ 11: -
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટૉન ડિકૉક, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકૉલસ પૂરન, માર્કસ સ્ટૉઈનિસ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, માર્ક વૂડ, યુદ્ધવીર સિંહ ચરક.
મેચ પ્રિડિક્શન -
રાજસ્થાન અને લખનઉ વચ્ચે આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે. રાજસ્થાન રૉયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. સંજૂ સેમસનની ટીમ માટે એક મોટો ફાયદો એ છે કે, તેની ટીમ તેના હૉમ ગ્રાઉન્ડ પર રમશે. આવી સ્થિતિમાં ટીમને પોતાના મેદાન પર રમવાનો લાભ મળશે. સતત ત્રણ મેચ જીત્યા બાદ રાજસ્થાનનો ઉત્સાહ ઊંચો છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રૉયલ્સની જીતની શક્યતાઓ વધારે છે.
Calm down, it's just a top 3 in cricket.
— Anurag ™ (@SamsonCentral) April 19, 2023
The top 3 👇#RRvsLSG #lsgvsrr #IPL2023 pic.twitter.com/h04JVXyG09
Shimron Hetmyer in IPL so far:
— OneCricket (@OneCricketApp) April 19, 2023
vs SRH - 22*(16)
vs PBKS - 36 (18)
vs DC - 39*(21)
vs CSK -30* (18)
vs GT - 56* (26)
Innings: 5 Runs: 183 Balls: 99 SR: 184.84 Avg: 183#RajasthanRoyals #ShimronHetmyer #IPL2023 #SanjuSamson #RRvsLSG pic.twitter.com/BzeG0Eqhq7
Matchday💗💗#RRvsLSG pic.twitter.com/RnbnuZmLf3
— B.SHREYANSH (@SHREYANSH_25) April 19, 2023
RR vs LSG: નિકોલસ પૂરનથી લઇને શિમરોન હેટમાયર સુધી, આ પાંચ ખેલાડીઓ પર રહેશે તમામની નજર https://t.co/XiqibInCjk #RRvsLSG
— ABP Asmita (@abpasmitatv) April 19, 2023