શોધખોળ કરો

IPL RR vs RCB Score : રાજસ્થાને RCBને 6 વિકેટથી હરાવ્યું, બટલરે સિક્સર ફટકારી સદી પૂરી કરી

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે  જયપુરમાં મુકાબલો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

LIVE

Key Events
IPL RR vs RCB Score :   રાજસ્થાને RCBને 6 વિકેટથી હરાવ્યું, બટલરે સિક્સર ફટકારી સદી પૂરી કરી

Background

RR vs RCB Live Score Updates: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે  જયપુરમાં મુકાબલો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. IPL 2024માં રાજસ્થાને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. જ્યારે બેંગ્લોરે 4 મેચ રમીને માત્ર એક જ જીત મેળવી છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ હવે બેંગ્લોર સાથે ટક્કર માટે તૈયાર છે. 

રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે અત્યાર સુધી રમાયેલી 30 મેચોમાં સંજુની ટીમનો દબદબો રહ્યો છે. રાજસ્થાને 15 મેચ જીતી છે. જ્યારે બેંગ્લોરે 12 મેચ જીતી છે. આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. હવે બંને ટીમો ફરી એકવાર ટક્કર માટે તૈયાર છે.

આરસીબીએ આ સિઝનમાં 4 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન ત્રણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેને લખનૌ, કોલકાતા અને ચેન્નાઈએ હરાવ્યું છે. RCBએ પંજાબ કિંગ્સ સામે અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે. તેણે પંજાબને 4 વિકેટે હરાવ્યું. હવે તે રાજસ્થાન સામે મેદાનમાં ઉતરશે.  

23:16 PM (IST)  •  06 Apr 2024

RR vs RCB Live: રાજસ્થાનની સતત ચોથી જીત, બટલરની અણનમ સદી

ઓપનર જોસ બટલરની અણનમ 100 રનની શાનદાર સદીના આધારે રાજસ્થાને આરસીબીને છ વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની આ સતત ચોથી જીત છે, જ્યારે RCBએ હારની હેટ્રિક ફટકારી છે. આરસીબીએ વિરાટ કોહલીના અણનમ 113 રનની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા, પરંતુ રાજસ્થાને બટલરની સદી અને કેપ્ટન સંજુ સેમસનની 69 રનની ઈનિંગના આધારે પાંચ બોલ બાકી રહેતા ચાર વિકેટે 189 રન બનાવી જીત મેળવી હતી. 

22:45 PM (IST)  •  06 Apr 2024

RR vs RCB Live સંજુ સેમસન આઉટ

મોહમ્મદ સિરાજે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને આઉટ કરીને RCBને બીજી સફળતા અપાવી. સેમસન 42 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે તેની બટલર સાથે બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી તૂટી હતી. હાલમાં બટલર 44 બોલમાં 77 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. 

22:01 PM (IST)  •  06 Apr 2024

RR vs RCB લાઈવ : બટલરે રાજસ્થાનની ઈનિંગ સંભાળી

યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસને રાજસ્થાનની કમાન સંભાળી હતી. બંને બેટ્સમેનોની મદદથી રાજસ્થાને પાવરપ્લેના અંત સુધી એક વિકેટે 54 રન બનાવ્યા હતા. બટલર 22 બોલમાં 39 રન અને સેમસને 12 બોલમાં 15 રન બનાવ્યા બાદ ક્રીઝ પર હાજર છે.

21:50 PM (IST)  •  06 Apr 2024

RR vs RCB Live: રાજસ્થાનને પહેલો ફટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો છે. RCBએ રાજસ્થાનને 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી અને ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. 

21:14 PM (IST)  •  06 Apr 2024

RR vs RCB Live: રાજસ્થાનને 184 રનનો ટાર્ગેટ મળ્યો

વિરાટ કોહલીની અણનમ 113 રનની ઇનિંગના આધારે RCBએ રાજસ્થાન રોયલ્સ માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોહલી અને ફાફ ડુપ્લેસિસે શાનદાર સદીની ભાગીદારી કરીને સેમસનના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. આ બંને બેટ્સમેનોની શાનદાર ઇનિંગની મદદથી RCBએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget