Dhoni Retirement: ધોની હજુ ક્યાં સુધી રમશે ? રૈનાએ કર્યો ખુલાસો, કહ્યું- 'માહી આ વખતે IPL ટ્રૉફી જીતશે ને પછી.........'
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચારવારની ચેન્નાઇની IPL વિજેતા ટીમના સભ્ય સુરેશ રૈનાએ ખુલાસો કરતાં કહ્યું કે, ધોનીનુ હજુ સન્યાસ અંગે કોઇ નક્કી નથી.
Suresh Raina On MS Dhoni IPL Retirement: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોનીના સન્યાસને લઇને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યુ છે, ઓગસ્ટ 2020માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારથી લોકો માની રહ્યાં હતા કે ધોની હવે IPLમાં નહીં રમે, પરંતુ આઇપીએલની 16મી સિઝનમાં પણ ધોની મેદાનમાં જ રમતો જોવા મળી રહ્યો છે. ધોનીની રમતથી ફેન્સ અને ક્રિકેટ જગત ખુશ છે છતાં પણ ધોનીના રિટાયરમેન્ટને લઇને સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. જોકે, આ બધાની વચ્ચે હવે તેના મિત્ર અને સાથી ક્રિકેટર સુરેશ રૈનાએ તેની નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કર્યો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચારવારની ચેન્નાઇની IPL વિજેતા ટીમના સભ્ય સુરેશ રૈનાએ ખુલાસો કરતાં કહ્યું કે, ધોનીનુ હજુ સન્યાસ અંગે કોઇ નક્કી નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 6 વિકેટની જીત મળ્યા બાદ એક વાતચીત દરમિયાન રૈનાએ કહ્યું કે, ધોની આઇપીએલ ટ્રોફી જીત્યા બાદ પણ વધુ એક વર્ષ રમવા માંગે છે.
રૈનાએ કહ્યું, "ધોની કહી રહ્યો છે કે હું ટ્રૉફી જીતીશ અને વધુ એક વર્ષ રમીશ." "તમે જોઈ શકો છો કે કેટલાય ખેલાડીઓ તેની પાસેથી ઘણું શીખી રહ્યા છે, પરંતુ તે કેવું અનુભવે છે, તેનું શરીર કેવું કામ કરી રહ્યું છે તેના આધારે તેનું ભવિષ્ય નક્કી કરવાનો નિર્ણય તેનો પોતાનો છે," આઈપીએલ જિયોસિનેમા પર જણાવ્યું કે -તે સમયના આધારે નક્કી કરશે, મેં તેની સાથે સમય વિતાવ્યો છે મને લાગે છે કે તેને એક સુધી વર્ષ હજુ પણ રમવું જોઈએ."
ધોનીના અનુગામી તરીકે ટીમમાં કોણ હોઈ શકે તે અંગે પુછવામાં આવતા, રૈનાએ ચેન્નાઈના ભાવિ કેપ્ટન તરીકે ઓપનર ઋતુરાજ ગાયકવાડને પસંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાયકવાડની બેટિંગ પણ આ સિઝનમાં ખુબ જ સારી રહી છે.
ખાસ વાત છે કે, આઇપીએલની આ સિઝનમાં ધોનીએ સારી બેટિંગ કરી છે, જોકે, ધોની આ વર્ષે નીચલા ક્રમમાં બેટિંગ કરી રહ્યો છે. તેમ છતાં જ્યારે પણ તે ક્રિઝ પર આવ્યો છે ત્યારે તે તેના જુના ફોર્મમાં જ જોવા મળ્યો છે. IPL 2023માં અત્યાર સુધી ધોનીએ 8 સિક્સર ફટકારી દીધી છે.