Venkatesh Iyer IPL 2025 : વેંકટેશ અય્યર પર કોલકાતાએ લગાવ્યો મોટો દાવ,જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
વેંકટેશ અય્યર IPL 2024 સુધી કોલકાતા ટીમનો ભાગ હતો. જોકે, ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીને હરાજી પહેલા જ રિલીઝ કરી દીધો હતો.
IPL 2025 Mega Auction Venkatesh Iyer: IPL 2025ના મેગા ઓક્શનમાં ટીમોએ ઘણા ખેલાડીઓ માટે બોલી લગાવી છે. જ્યારે ઓલરાઉન્ડર કેટેગરીમાં વેંકટેશ અય્યરનું નામ સામે આવ્યું ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ ખેલાડીને ખરીદવા માટે આટલી મોટી બોલી લાગશે. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે આ ઓલરાઉન્ડરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
#𝙆𝙆𝙍 𝙜𝙤 𝙗𝙞𝙜 & 𝙝𝙤𝙬! 💪 💪
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Venkatesh Iyer is back with Kolkata Knight Riders 🙌 🙌
Base Price: INR 2 Crore
SOLD For: INR 23.75 Crore#TATAIPLAuction | #TATAIPL | @venkateshiyer | @KKRiders pic.twitter.com/4eDZPt5Pdx
વેંકટેશ અય્યર IPL 2024 સુધી કોલકાતા ટીમનો ભાગ હતો. જોકે, ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીને હરાજી પહેલા જ રિલીઝ કરી દીધો હતો. હવે ફરી એકવાર કોલકાતાએ વેંકટેશ અય્યરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ વખતે KKRએ વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી, શ્રેયસ અય્યરને પણ મોટી રકમ મળી
ગયા વર્ષે કોલકાતાને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને પણ IPL 2025ની હરાજીમાં મોટી રકમ મળી હતી. અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે ઋષભ પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે. આ બંને ખેલાડીઓને તેમની ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યરને KKR દ્વારા જ્યારે રિષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં અને ઋષભ પંતને લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો છે. માનવામાં આવે છે કે આ બંને ખેલાડીઓને ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.
રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા પર મોટો દાવ લગાવ્યો છે. રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે પહેલા પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ પંજાબે તેને રિલીઝ કર્યો હતો.
ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.
IPL 2025 Auction: જોસ બટલરને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો