શોધખોળ કરો

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

IPL 2026માં RCB ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ CSK સામે 28 રન ફટકારીને એક જ ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો હિટમેનનો ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરાટ કોહલીએ IPL માં CSK સામે ૧૧૭૪ રન બનાવ્યા.
  • તે IPL ઇતિહાસમાં એક ટીમ સામે સૌથી વધુ રનર બન્યા.
  • CSK સામેની મેચમાં ૧૮ બોલમાં ૨૮ રન બનાવ્યા.
  • આ રેકોર્ડમાં રોહિત શર્માને પાછળ છોડી દીધા.
  • વિરાટ કોહલીએ કોઈ એક ટીમ સામે સૌથી વધુ રનનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો.
  • કોહલીના CSK સામે 1174 રન થયા, જ્યારે રોહિતના KKR સામે 1161 રન હતા.
  • IPL 2026માં ચેન્નઈ સામેની મેચમાં 28 રન બનાવીને આ ઐતિહાસિક પરાક્રમ કર્યું.

Virat Kohli: IPL 2026 ની રોમાંચક મેચો વચ્ચે 'કિંગ' વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી સીઝનની 11મી મેચમાં ભલે વિરાટે મોટી સદી ન ફટકારી હોય, પરંતુ પોતાની ટૂંકી ઇનિંગથી તેણે 'હિટમેન' રોહિત શર્માનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે IPL ના ઈતિહાસમાં કોઈ એક જ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર નંબર વન બેટ્સમેન બની ગયો છે.

કેવી રહી વિરાટની આ રેકોર્ડબ્રેક ઇનિંગ?

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં વિરાટ એકદમ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર 18 બોલમાં જ 28 રનની જોરદાર ઇનિંગ રમી નાખી હતી. આ નાની પણ ઉપયોગી ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી 2 શાનદાર ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગો જોવા મળ્યો હતો. જોકે, તે પોતાની આ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ન બદલી શક્યો અને અંશુલ કંબોજના એક શાનદાર બોલનો શિકાર બનીને કેચ આઉટ થયો હતો. પણ પેવેલિયન પરત ફરતા પહેલા તે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી ચૂક્યો હતો.

ચેન્નઈ સામે કિંગ કોહલીના આંકડા છે જબરદસ્ત

વિરાટ કોહલી આમ પણ IPL ના ઓવરઓલ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર કિંગ તો છે જ, પણ હવે તે કોઈ એક જ ફ્રેન્ચાઈઝી સામે રનનો પહાડ ઊભો કરવામાં પણ સૌથી આગળ છે. કોહલીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે અત્યાર સુધીમાં કુલ 36 મેચ રમી છે, જેમાં તેણે 1174 રન ઝૂડી કાઢ્યા છે. આ દરમિયાન તેણે CSK ના બોલરોની બરાબરની ધોલાઈ કરીને 10 શાનદાર અડધી સદી પણ ફટાકારી છે.

હિટમેનને છોડ્યો પાછળ

વિરાટના આ ઐતિહાસિક પરાક્રમ પહેલા આ ખાસ રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે હતો. રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે અત્યાર સુધીમાં 36 મેચ રમીને 1161 રન બનાવ્યા છે. KKR સામે રોહિતના નામે 1 સદી અને 7 અડધી સદી પણ નોંધાયેલી છે. પરંતુ હવે 1174 રન સાથે વિરાટ કોહલીએ આ યાદીમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.

Frequently Asked Questions

વિરાટ કોહલીએ IPL 2026 માં કયો નવો રેકોર્ડ બનાવ્યો છે?

વિરાટ કોહલી હવે IPL ના ઇતિહાસમાં કોઈ એક જ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર નંબર વન બેટ્સમેન બની ગયો છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1174 રન બનાવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે વિરાટ કોહલીની ઇનિંગ કેવી રહી?

ચેન્નઈ સામેની મેચમાં વિરાટે 18 બોલમાં 28 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.

રોહિત શર્માનો કયો રેકોર્ડ વિરાટ કોહલીએ તોડ્યો છે?

વિરાટ કોહલીએ કોઈ એક હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે KKR સામે 1161 રન બનાવ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે વિરાટ કોહલીના આંકડા શું છે?

વિરાટે CSK સામે 36 મેચમાં 1174 રન બનાવ્યા છે, જેમાં 10 અડધી સદી ફટકારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget