શોધખોળ કરો

RCB વિરુદ્ધ KKRની જીત બાદ શાહરૂખ ખાને વિરાટ કોહલીને લગાવ્યો ગળે, ખૂૂબ વાયરલ થઇ રહ્યો છે વીડિયો

મેદાન પર વિરાટે શાહરૂખ ખાન સાથે ડાન્સ કર્યો હતો અને તેમણે પઠાણ સોંગ પર પણ ડાન્સ કર્યો હતો

Virat Kohli & Shahrukh Khan dancing Jhoome Jo Pathan: હાલમાં દેશમાં આઈપીએલ 2023 પૂરજોશમાં ચાલી રહી છે. ગત રાત્રે એટલે કે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આઈપીએલમાં આમને-સામને હતી. બોલિવૂડના કિંગ ખાન (KKRના માલિક) પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું. KKRની જીત બાદ ટીમના માલિક શાહરૂખ ખાન મેદાન પર ગયો અને RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મળ્યો હતો.

શાહરૂખે પહેલા વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યા અને પછી તેના ગાલ ખેંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મેદાન પર વિરાટે શાહરૂખ ખાન સાથે ડાન્સ કર્યો હતો અને તેમણે પઠાણ સોંગ પર પણ ડાન્સ કર્યો હતો. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. બંનેની તસવીરો પણ જોરદાર વાયરલ થઈ રહી છે.

આરસીબી ખરાબ રીતે હારી

આ મેચમાં KKRએ RCBને ખરાબ રીતે હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું.

શાર્દુલ ઠાકુરે KKR માટે પ્રથમ બેટિંગ કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. શાર્દુલે માત્ર 29 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. આ પછી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 4, સુયશ શર્માએ ત્રણ અને સુનીલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.

Suyash Sharma Dream Debut: RCB વિરુદ્ધ ચાલ્યો 20 લાખ રૂપિયાના આ ખેલાડીનો જાદૂ, KKRની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી

IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઇટ રાઇડર્સે 81 રનથી હરાવ્યું હતું. કોલકત્તા નાઇટ રાઇડર્સે જીતવા માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ 81 રને જીતી લીધી હતી.

KKRના ત્રણ મિસ્ટ્રી સ્પિનરોએ 9 વિકેટ લઈને RCBને 81 રનથી હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. KKRના કેપ્ટન નીતિશ રાણાએ વેંકટેશ ઐય્યરને બદલે યુવા સુયશ શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પસંદ કર્યો હતો. 19 વર્ષના સુયશ શર્માની આ પહેલી IPL મેચ હતી જેમાં તેણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એન્ટ્રી લીધી હતી અને પોતાની પ્રથમ મેચમાં જ 3 વિકેટ લઈને RCBને હાર આપી હતી. સુયશે તેની 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ યુવા મિસ્ટ્રી સ્પિનરે પોતાની ડેબ્યૂ મેચમાં દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કર્ણ શર્માને આઉટ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. RCB અને KKRની આ મેચમાં કોલકાતાના ઈમ્પેક્ટ પ્લેયર સુયશ શર્માએ બેંગ્લોરના ઈમ્પેક્ટ પ્લેયર અનુજ રાવતને આઉટ કરીને પોતાની IPL કરિયરની ડેબ્યૂ વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget