IPL 2025: ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે કેવો છે હેડ ટૂ હેડ રેકોર્ડ, જાણો કઇ ટીમ રહી છે મોટાભાગે આગળ
GT vs RR : IPL 2025માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

GT vs RR, Head to Head: IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ સામસામે આવશે. આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ઘરેલુ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માંગશે.
ગુજરાત પાસે કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર, શેરફેન રધરફોર્ડ અને બી સાઈ સુધરસન જેવા વિસ્ફોટક બેટ્સમેનોનો પણ મજબૂત બેટિંગ લાઇન અપ છે. વોશિંગ્ટન સુંદરે પણ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 49 રનની ઇનિંગ રમી હતી, જેનાથી ગુજરાતની બેટિંગની ઉંડાણનો ખ્યાલ આવે છે. ગુજરાત ટાઇટન્સ માટે, માત્ર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિનર આર સાઈ કિશોર અત્યાર સુધી બોલ સાથે સારું પ્રદર્શન કરી શક્યા છે. સ્પિનર રાશિદ ખાન અને ઝડપી બોલર ઈશાંત શર્માનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.
રાજસ્થાનની બેટિંગ મજબૂત છે
બીજી તરફ રાજસ્થાનની બેટિંગ પણ ઘણી મજબૂત છે. ટીમમાં સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ અને નીતિશ રાણા જેવા આક્રમક બેટ્સમેન છે. આ તમામે અત્યાર સુધી બેટથી સારું પ્રદર્શન કર્યું છે. જોકે ગુજરાતની જેમ રાજસ્થાનની નબળાઈ પણ તેની બોલિંગ છે. સંદીપ શર્મા સિવાય અન્ય કોઈ બોલર બોલથી પ્રભાવિત કરી શક્યો નથી. જો કે છેલ્લી મેચમાં જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી હતી પરંતુ તે આ પ્રદર્શન જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.
હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો મેચ લગભગ એકતરફી રહી છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. ગુજરાતે 5 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન માત્ર એક જ મેચ જીત્યું છે.
મેચ વિગતો
તારીખ: 9 એપ્રિલ 2025
સમય: સાંજે 7:30
ટોસ: 7:00 PM
સ્થળઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્યાં જોવું: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
લાઇવ સ્ટ્રીમિંગ: Jio Hotstar
GT vs RR મેચ ડિટેલ
તારીખ: 9 એપ્રિલ 2025
સમય: સાંજે 7:30
ટોસ: 7:00 PM
સ્થળઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્યાં જોવું: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
લાઇવ સ્ટ્રીમિંગ: Jio Hotstar
ગુજરાત ટાઇટન્સ: બી સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટ કિપર), શાહરૂખ ખાન, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત. મહિપાલ, લોમરોર, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ. અરશદ ખાન, જયંત યાદવ, નિશાંત સિંધુ, કુલવંત ખેજરોલિયા, ગેરાલ્ડ કોએત્ઝી, માનવ સુથાર, કુમાર કુશાગરા, ગુરનૂર બ્રાર, કરીમ જનાત.
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, કુણાલ રાઠોડ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, નીતીશ રાણા, યુધવીર સિંહ, જોફ્રા આર્ચર, મહેશ થેક્ષાના, વાનિંદુ હસરંગા, આકાશ મધવાલ,કુમાર કાર્તિકેય સિંહ, ફઝલહક ફારૂકી, ક્વેના મફાફા, અશોક વર્મા,


















