IPL 2025 KKR vs CSK: ચેન્નઇથી ક્યાં થઇ ગઇ મોટી ભૂલ, ધોનીએ કોલકતા સામે હારનું જણાવ્યું મુખ્ય કારણ
CSK vs KKR: આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી પાંચ મેચ હારી છે. અહીંથી પ્લેઓફમાં જવાનો રસ્તો તેમના માટે મુશ્કેલ હશે.

IPL 2025 KKR vs CSK: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો કારમી પરાજય થયો હતો. KKRએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોની IPL 2025માં પ્રથમ વખત કેપ્ટન તરીકે રમ્યો હતો. તેણે CSKની હાર પર પ્રતિક્રિયા આપી હતી. હારનું કારણ જણાવતા ધોનીએ કહ્યું કે ટીમે પૂરતા રન બનાવ્યા નથી. ચેન્નાઈ આ મેચમાં માત્ર 103 રન બનાવી શકી હતી.
ચેન્નાઈની હાર બાદ ધોનીએ કહ્યું, "છેલ્લી કેટલીક મેચો અમારા માટે સારી ન હતી. આ અમારા માટે પડકારજનક હતું. મને લાગે છે કે, અમે આજે પૂરતા રન નથી બનાવ્યા. જ્યારે તમે ઘણી વિકેટો ગુમાવો છો ત્યારે દબાણ વધી જાય છે. અમારી ટીમે ભાગીદારી પણ નથી બનાવી. અમારા ઓપનર સારા છે. તે ખૂબ જ સારા શોટ્સ રમે છે. પરંતુ આ લાઇનઅપ સાથે 60 રન પણ બનાવવા મુશ્કેલ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ક્યાં ભૂલ કરી
ચેન્નાઈના કેપ્ટન ધોનીએ કહ્યું કે, ટીમમાં કોઈ ભાગીદારી નથી. આ તેની હારનું મુખ્ય કારણ હતું. ઓપનર રચિન રવિન્દ્ર 4 રન બનાવીને આઉટ થયો હતો અને કોનવે 12 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 16 રન બનાવીને આઉટ થયો હતો. વિજય શંકર 29 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિન માત્ર 1 રન બનાવી શક્યો હતો. રવિન્દ્ર જાડેજા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. CSKની નબળી બેટિંગ તેની હારનું કારણ બની.
આ જીત સાથે KKR એ રેકોર્ડ બનાવ્યો
કોલકાતાએ ચેન્નાઈને હરાવીને ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે 100 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો ત્યારે તેણે IPLમાં ત્રીજી સૌથી ઝડપી જીત નોંધાવી છે. RCB અને KKR વચ્ચેની મેચમાં 112 રનનો ટાર્ગેટ હતો. આ મેચ 2015માં રમાઈ હતી. આરસીબીએ તેને 9.4 ઓવરમાં જીતી લીધી હતી. તેવી જ રીતે હૈદરાબાદે 9.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. હવે KKRએ 10.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી

