Womens IPL Auction 2023: પહેલી જ હરાજીમાં આ ભારતીય મહિલા ખેલાડી બની કરોડપતિ, મળશે અધધ કરોડ
Womens IPL Auction 2023: વિમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પહેલા સેટની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેને આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી છે.
Womens IPL Auction 2023: વિમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પહેલા સેટની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેને આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિની બેઝ પ્રાઈસ 50 લાખ રુપિયા હતી.
.@mandhana_smriti
Base Price: INR 50 Lakh
Goes to @RCBTweets: INR 3.40 Crore
How about that for the first-ever Player Bid in the history of the #WPLAuction! 👏 👏 pic.twitter.com/TYo51Auiz4 — Women's Premier League (WPL) (@wplt20) February 13, 2023
BCCIએ મહિલા હરાજી કરનારની પસંદગી કરી છે
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની હરાજી માટે મહિલા હરાજી કરનારની પસંદગી કરી છે. મહિલા IPLની પ્રથમ સિઝનની હરાજીમાં મલાઈકા અડવાણી હરાજી કરાવી રહ્યા છે. મલાઈકા અડવાણી વિશે વાત કરીએ તો, તે મુંબઈની રહેવાસી છે અને આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ સાથે ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ ફર્મમાં ભાગીદાર તરીકે પણ કામ કરે છે.
WPLની પ્રથમ સિઝનમાં 5 ટીમો હશે. આવી સ્થિતિમાં આ વખતે હરાજીમાં આ પાંચ ટીમોની ફ્રેન્ચાઈઝી પોતપોતાની ટીમ પસંદ કરશે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં 15 થી 18 ખેલાડીઓ રાખી શકે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછા 75 અને વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી થશે. દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ ખરીદી શકે છે