(Source: ECI/ABP News/ABP Majha)
WPL 2023 Live Streaming: યૂપી વૉરિયર્સની આરસીબી સાથે થશે ટક્કર, જાણો ક્યારે, ક્યાંથી ને કેવી રીતે જોઇ શકશો લાઇવ
યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે 15 માર્ચે મેચ રમાશે.
UP Warriorz vs Royal Challengers Bangalore: વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની 13મી મેચ આજે, 15 માર્ચે યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમો વચ્ચે રમાશે. આ મેચમાં આરસીબીની ટીમે પહેલી જીત નોંધાવવા પ્રયાસ કરશે, સ્મૃતિ મંધાનાની ટીમ મહિલા આઇપીએલ 2023 માં સતત 5 મેચ હારી ચૂકી છે. જેના કારણે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી થઇ ગઇ છે.
વળી, યૂપી વૉરિયર્સનું પ્રદર્શન થોડુ સારુ રહ્યું છે. એલિસા હીલીની ટીમે અત્યાર સુધી ચાર મેચો રમી છે. જેમાંથી 2 જીત અને 2 હારી છે. જો 15 માર્ચે રમાનારી મેચમાં આરસીબીની ટીમની હાર થાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે. જાણો યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ક્યારે, ક્યારે ને કઇ રીતે જોઇ શકાશે....
ક્યારે રમાશે. યૂપી વૉરિયર્સની-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે 15 માર્ચે મેચ રમાશે.
ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલી ટીમો વચ્ચેની મેચ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.
“It’s just a picture, why are you crying?🥺”
— Ⓤನೌನ್_𝑻𝒓𝒊𝒐_𝓜𝐄ⓂⒺ𝕤 (@unknown_trio) March 15, 2023
The picture:#RCB pic.twitter.com/WFJV6AEElY
Lakh Vs Crore in this WPL 2023.
— CricBiz (@CricBizT) March 14, 2023
Mumbai Indians is the top gainer.#MIvsGG #WPL2023 pic.twitter.com/Ek7XhratkB
Contrasting fortunes 🔵🔴#MumbaiIndians #RCB #WPL2023 #CricketTwitter pic.twitter.com/bLk8tFaQEj
— Sportskeeda (@Sportskeeda) March 14, 2023
RCB & Delhi have 50 points each in fair play award WPL 2023. pic.twitter.com/Rnmk2DYW2v
— Johns. (@CricCrazyJohns) March 14, 2023