IPL 2025 : યુજવેન્દ્ર લાઇવ મેચમાં બોલ્યો ગાળ, કર્યો ગુસ્સો, જુઓ વાયરલ વીડિયો
LSG vs PBKS: IPL 2025 : યુઝવેન્દ્ર ચહલનો લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં દુર્વ્યવહાર કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Yuzvendra Chahal Abuse Nicholas Pooran: 1 એપ્રિલના રોજ, IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ રમતા સ્કોરબોર્ડ પર 171 રન બનાવ્યા હતા. રિષભ પંત, મિશેલ માર્શ અને ડેવિડ મિલર જેવા પ્રખ્યાત બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન નિકોલસ પુરને 30 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી અને એક સમયે તે લખનૌની ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યો હતો, પરંતુ તેને યુઝવેન્દ્ર ચહલે રોક્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે દુર્વ્યવહાર કર્યો હતો
માર્કસ સ્ટોઇનિસ દ્વારા ફેંકવામાં આવેલી 11મી ઓવરમાં નિકોલસ પૂરને ફોર અને એક પાવરફુલ સિકસ ફટકારી હતી. પરંતુ તેને ખબર નહોતી કે યુઝવેન્દ્ર ચહલ તેની આગલી જ ઓવરમાં તેને હરાવી દેશે. પુરને 12મી ઓવરના બીજા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં જતો રહ્યો. ગ્લેન મેક્સવેલે પુરનનો કેચ કરીને તેને આઉટ કર્યો હતો. મેક્સવેલે કેચ લીધા બાદ જ્યારે કેમેરા ચહલ તરફ વળ્યો ત્યારે તે નિકોલસ પૂરન સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો.
Outfoxing his opponent, ft. Yuzvendra Chahal 😎#TATAIPL's leading wicket-taker gets the HUGE scalp of Nicholas Pooran 😮#LSGvPBKS | @PunjabKingsIPL | @yuzi_chahal pic.twitter.com/WGgc84j0rC
— IndianPremierLeague (@IPL) April 1, 2025
પંજાબ માટે ચહલની પ્રથમ વિકેટ
યુઝવેન્દ્ર ચહલે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યું છે. ચહલ પ્રથમ મેચમાં એટલે કે ગુજરાત ટાઇટન્સ સામે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ લખનૌ સામે તેણે નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પંજાબ તરફથી રમતા ચહલની આ પહેલી વિકેટ છે.
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી સફળ બોલર છે અને આ લીગના ઇતિહાસમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. ચહલે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 206 વિકેટ લીધી છે. ચહલે RCB તરફથી રમતા 139 અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 66 વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. લખનૌને તેના જ હોમગ્રાઉન્ડ પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચાલુ સિઝનમાં પંજાબની આ સતત બીજી જીત છે, જ્યારે લખનૌને ટૂર્નામેન્ટની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એલએસજીએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17મી ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પંજાબ ટીમનો નવો સ્ટાર પ્રિયાંશ આર્ય આ વખતે ચાલી શક્યો ન હતો, પરંતુ લખનૌમાં પ્રભસિમરનનું તોફાન જોવા મળ્યું હતું. પ્રભસિમરન સિંહે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને મેચમાં તેણે 34 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.




















