શોધખોળ કરો
વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવો, આ ભારતીય ખેલાડીએ કરી માગ
ભારતીય ટીમનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયા પછી કોહલીના સ્થાને નવા કેપ્ટનને લઈને ચર્ચા થઈ રહી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ ભારતીય ટીમ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. સેમીફાઈનલમાં હાર બાદ ભારતીય ટીમ હાલમાં નિશાના પર છે. ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે તો એવી માગ કરી છે કે સાંભળીને બધા ચોંકી ગયા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયા પછી કોહલીના સ્થાને નવા કેપ્ટનને લઈને ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે વિરાટના બદલે રોહિત શર્માને કેપ્ટનશિપ આપવી જોઈએ. તે શાનદાર કેપ્ટન સાબિત થઈ શકે છે. તેની કેપ્ટનશિપમાં ઇન્ડિયાએ પાછલા વર્ષે એશિયા કપ જીત્યો હતો.
આ પહેલા એવા રિપોર્ટ આવ્યા હતા તે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ટીમ ઇન્ડિયામાં મતભેદ થયા છે. કહેવાય છે કે ખેલાડીઓ બે ગ્રૂપમાં વહેચાઈ ગયા છે. કેટલાક ખેલાડી પરાજય માટે કોચને જવાબદાર ગણી રહ્યા છે. જ્યારે ઘણા લોકો વિરાટની કેપ્ટનશિપથી ખુશ નથી.
જાફરે ટ્વિટ કરીને કહ્યું છે કે શું સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ રોહિત શર્માને આપવાનો સમય આવી ગયો છે? હું ઇચ્છીશ કે તે 2023ના વર્લ્ડ કપમાં ઇન્ડિયાની કેપ્ટનશિપ કરે.Is it time to hand over white ball captaincy to Rohit Sharma? I would like him to lead India in 2023 World Cup????
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયા પછી કોહલીના સ્થાને નવા કેપ્ટનને લઈને ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે વિરાટના બદલે રોહિત શર્માને કેપ્ટનશિપ આપવી જોઈએ. તે શાનદાર કેપ્ટન સાબિત થઈ શકે છે. તેની કેપ્ટનશિપમાં ઇન્ડિયાએ પાછલા વર્ષે એશિયા કપ જીત્યો હતો.
આ પહેલા એવા રિપોર્ટ આવ્યા હતા તે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ટીમ ઇન્ડિયામાં મતભેદ થયા છે. કહેવાય છે કે ખેલાડીઓ બે ગ્રૂપમાં વહેચાઈ ગયા છે. કેટલાક ખેલાડી પરાજય માટે કોચને જવાબદાર ગણી રહ્યા છે. જ્યારે ઘણા લોકો વિરાટની કેપ્ટનશિપથી ખુશ નથી. વધુ વાંચો





















