શોધખોળ કરો
Advertisement
આ મહાન ખેલાડીએ અડધા ચહેરા ઉપર દાઢી રાખી, સમગ્ર વિશ્વ સલામ કરી રહ્યું છે, જાણો કેમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કાલિસ પર્સનલ લાઇફને એન્જોય કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રીકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ પોતાના સમયના મહાન ઓલરાઉન્ડર્સમાં સામેલ રહ્યા છે. અત્યાર સુધી જેક કાલિસને સાઉથ આફ્રિકાના સૌથી શાનદાર બેટ્સમેન કહેવામાં આવતા હતા. બેટિંગ જ નહીં બોલિંગથી પણ ધૂમ મચાવનાર જેક કાલિસના આંકડા પુરાવા છે કે તેમને ક્રિકેટના મેદાન પર કેટલી ધૂમ મચાવી છે. હાલમાં જે કાલિસ પોતાની અડધી દાઢીને સેવ કરાવવાને લઈને ચર્ચામાં છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કાલિસ પર્સનલ લાઇફને એન્જોય કરી રહ્યો છે. કાલિસે એક સારા કામ માટે પૈસા ભેગા કરવાના ઉદ્દેશ્યથી ચેલેન્જ સ્વિકારતા અડધા ચહેરા ઉપર દાઢી રાખી છે અને અડધા ચહેરા ઉપર સેવ કરેલી છે. કાલિસે ગોલ્ફના વિકાસ અને ગેંડાના સંરક્ષણ માટે આ કામ કર્યું છે. કાલિસે આ તસવીર શેર કરતા લખ્યું છે કે, આગામી કેટલાક દિવસો રસપ્રદ રહેવાના છે. આ બધુ સારા કામ માટે છે. કાલિસના આ પગલાની સોશિયલ મીડિયા ઉપર પ્રશંસા થઈ રહી છે. તેના પ્રશંસકોએ તેને આ કામ માટે સલામ કર્યું છે.
ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1995માં ડેબ્યૂ કર્યું હતું અને 2014માં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કાલિસે 328 વન-ડેમાં 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે. જેમાં 17 સદી ફટકારી છે. જ્યારે 166 ટેસ્ટમાં 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. જેમાં 45 સદી અને 58 અડધી સદી ફટકારી છે. આ સિવાય કાલિસે વન-ડેમાં 237 અને ટેસ્ટમાં 292 વિકેટ ઝડપી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement