શોધખોળ કરો
Advertisement
મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જશપ્રીત બુમરાહે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો
બોલ્ટ અને બુમરાહે પ્રથમ ક્વાલીફાયર મેચમાં જીત અપાવીને મુંબઈને IPL-2020 ની ફાઈનલ મેચમાં પહોંચાડી દીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ખૂબ સારા ફોર્મમાં છે. બોલ્ટ અને બુમરાહે પ્રથમ ક્વાલીફાયર મેચમાં જીત અપાવીને મુંબઈને IPL-2020 ની ફાઈનલ મેચમાં પહોંચાડી દીધી છે. બુમરાહે આ મેચમાં દિલ્હીની ટીમ વિરુદ્ધ પોતાની 4 ઓવરના સ્પેલમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેમાં એક મેઈડન ઓવર પણ ફેંકી હતી.
બુમરાહે ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવન અને ડેનિયલ સેમ્સને શૂન્ય રને આઉટ કર્યાં હતા. બુમરાહે દિલ્હીની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરને પણ 12 રનના સ્કોરે પોતાનો શિકાર બનાવ્યા હતા.
બુમરાહ IPLની આ સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. IPL ની એક સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ 2017માં ભુવનેશ્વર કુમારે બનાવ્યો હતો. ભુવનેશ્વર કુમારે એ સિઝનમાં 26 વિકેટો ઝડપી હતી. હવે બુમરાહે તેને રેકોર્ડ તોડી નાંખ્યો છે. IPL ની 13મી સિઝનમાં અત્યાર સુધીમાં બુમરાહે કુલ 27 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement