શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરાશે, BCCIએ કરી જાહેરાત
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2018-19ના સત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2018-19ના સત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બુમરાહને એવોર્ડ આપવાની જાહેરાત બીસીસીઆઈએ રવિવારે કરી હતી. BCCIના વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન આજે મુંબઈમાં બુમરાહને આ એવોર્ડ આપવામાં આવશે. વિશ્વની નંબર વન વનડે બોલર જસપ્રિત બુમરાહે જાન્યુઆરી, 2018 માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
જસપ્રીત બુમરાગહે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝમાં એક ઈનિંગ દરમ્યાન પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કર્યુ અને આ ઉપલબ્ધિ મેળવનારો પ્રથમ અને એકમાત્ર એશિયન બોલર બન્યો છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે. બુમરાહે જમૈકાનાં સબિના પાર્કમાં પોતાની હેટ્રિકથી વેસ્ટઈન્ડિઝની બેટિંગ લાઈનઅપના ધજાગરા ઉડાવ્યા હતા, એવું કરનારોએ ત્રીજો ભારતીય બોલર છે. જસપ્રીત બુમરાહને 2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પોલી ઉમરીગર એવોર્ડ તેમજ દિલીપ સરદેસાઈ એવોર્ડ મળશે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને અંજુમ ચોપરાને ક્રમશ કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને મહિલાઓમાં બીસીસીઆઈનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.NEWS: @Jaspritbumrah93 set to receive Polly Umrigar Award at BCCI Awards (Naman) today. @poonam_yadav24 named best int'l cricketer (woman)
Former captains @KrisSrikkanth & @chopraanjum to be honoured with Lifetime Achievement Awards Details - https://t.co/pDQNcVO8ga pic.twitter.com/cEQ6icR5lM — BCCI (@BCCI) January 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement