શોધખોળ કરો
રિટાયર થઇ ગયેલા આ ખેલાડીએ ફાટકાર્યા 15 બૉલમાં 50 રન, બની ગયો ખાસ રેકોર્ડ, જાણો વિગતે
જેપી ડ્યૂમિનીની આ દમદાર ઇનિંગથી પોતાની ટીમ બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સને જીત અપાવી હતી

નવી દિલ્હીઃ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ધીમે ધીમે લાઇમલાઇટમાં આવી રહી છે, કારણ કે ખેલાડીઓ પોતાની દમદાર ઇનિંગો રમી રહ્યાં છે. હવે આ લિસ્ટ નવુ નામ જેપી ડ્યૂમિનીનું ઉમેરાયુ છે. જેપી ડ્યૂમિનીએ આક્રમક ફિફ્ટી ફટકારીને સીપીએલમાં રેકોર્ડ સર્જી દીધો છે. સીપીએલમાં નાઇટ રાઇડર્સ અને બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ વચ્ચે મેચ રમાઇ હતી. મેચમાં સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન જેપી ડ્યૂમિનીની તાબડતોડ બેટિંગ જોવા મળી, જેપી ડ્યૂમિનીએ માત્ર 15 બૉલમાં 50 રન ફટકારી દીધા, એટલું જ નહીં આ સાથે તે સીપીએલમાં સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી કરનારો ચોથો બેટ્સમેન બની ગયો હતો.
જેપી ડ્યૂમિનીની આ દમદાર ઇનિંગથી પોતાની ટીમ બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સને જીત અપાવી હતી. ડ્યૂમિનીએ 20 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. બાર્બાડોસે નાઇટ રાઇડર્સને જીતવા માટે 192 રનનું લક્ષ્ય આપ્યુ હતુ, જવાબમાં નાઇટ રાઇડર્સ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઇ જતાં બાર્બાડોસ 63 રન જીતી ગયુ હતુ.
જેપી ડ્યૂમિનીની આ દમદાર ઇનિંગથી પોતાની ટીમ બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સને જીત અપાવી હતી. ડ્યૂમિનીએ 20 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. બાર્બાડોસે નાઇટ રાઇડર્સને જીતવા માટે 192 રનનું લક્ષ્ય આપ્યુ હતુ, જવાબમાં નાઇટ રાઇડર્સ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઇ જતાં બાર્બાડોસ 63 રન જીતી ગયુ હતુ. JP Duminy with his amazing performance takes the crown for play of the day for match 23 #CPL19 #BTvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/57ZxQ85lEy
— CPL T20 (@CPL) September 27, 2019
વધુ વાંચો





















