શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ સામે લડવા જૂનિયર ગોલ્ફર અર્જુન ભાટીએ 102 ટ્રોફી વેચી 4.30 લાખ પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરાવ્યા જમા, મોદીએ માન્યો આભાર
નોયડામાં રહેતા અને ગ્રેટર વેલી સ્કૂલમાં જૂનિયર ગોલ્ફર અર્જુને તેની જીતેલી 102 ટ્રોફી વેચીને તેનાથી થેયલી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેના જંગમાં આમ આદમીથી માડી સેલિબ્રિટિઝ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટર્સ સહિતના ઘણા લોકો આગળ આવીને મદદ કરી રહ્યા છે અને પીડિત લોકોની સહાયતા માટે ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. આ લિસ્ટમાં ભારના જૂનિયર ગોલ્ફર અર્જુન ભાટીનું નામ પણ જોડાઈ ગયું છે. ખાસ વાત છે કે તેના આ યોગદાનની પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રશંસા કરી છે.
નોયડામાં રહેતા અને ગ્રેટર વેલી સ્કૂલમાં જૂનિયર ગોલ્ફર અર્જુને તેની જીતેલી 102 ટ્રોફી વેચીને તેનાથી થેયલી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી હતી. અર્જુને ટ્વિટ કરીને લખ્યું, દેશ-વિદેશમાંથી જીતેલી 102 ટ્રોપી સંકટના સમયમાં મેં 102 લોકોને આપી દીધી છે. તેનાથી થયેલી કુલ 4,30,000 રૂપિયાની આવક પીએમ-કેર્સ ફંડમાં દેશની મદદ માટે આપી. આ સાંભળીને દાદી રડી પડી, બાદમાં કહ્યું- તું ખરેખર અર્જુન છે. આજે દેશના લોકો બચવા જોઈએ, ટ્રોફી તો ફરી આવી જશે. આમ લખી તેણે પીએમ મોદીને પણ ટેગ કર્યા હતા.
પીએમ મોદીએ અર્જુનના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું, દેશવાસીઓની આ તો ભાવના છે, જે કોરોના મહાહમારીના સમયે સૌથી મોટો આધાર છે.
આશરે 150 ગોલ્ફ ટુર્નામેન્ટ રમી ચુકેલો 15 અર્જુન ગત વર્ષે કેલિફોર્નિયામાં યોજાયેલી જૂનિયર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો હતો. આ પહેલા તે 2016માં અંડર-12 અને 2018માં અંડર-14 કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચુક્યો છે. આ પહેલા ગોલ્ફરની દાદીએ પણ એક વર્ષનું પેન્શન દાન કરવાનો ફેંસલો લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion