મેલબોર્નઃ પૂર્વ ટેસ્ટ સ્ટાર જસ્ટિન લેંગરને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો હેડ કોચ બનાવાયો છે. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ લેહમનના રાજીનામાં બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવા કોચની શોધ શરૂ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ સર્ધનલેન્ડે કહ્યું કે, ‘જસ્ટિનના કોચિંગ અનુભવ અને પ્લેયર ડેવલપમેન્ટ એચિવમેન્ટના કારણે તેની પસંદગી કરવામાં આવી છે.’
2/7
જસ્ટિન લેંગર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી 105 ટેસ્ટમાં 7696 રન બનાવી ચુક્યો છે. જેમાં 23 સદી પણ સામેલ છે. આ ઉપરાંત લેંગર આઠ વનડે પણ રમ્યો છે.
3/7
દક્ષિણ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સહિત સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ભૂકંપ આવી ગયો હતો. પોતાની ભૂલ સ્વીકાર્યા બાદ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને ઉપ કેપ્ટન ડેવિડ વોર્નર પર 1-1 વર્ષનો તથા કેમરુન બેનક્રોફટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના હેડ કોચ ડેરેન લેહમને ખુદની જવાબદારી સમજીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
4/7
લેંગર નવેમ્બર 2012થી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટ અને ટી20 ટીમ પર્થ સ્કોચર્સના હેડ કોચની ભૂમિકા પણ ભજવી રહ્યો છે.
5/7
ઓસ્ટ્રેલિયનોના સપોર્ટ અને પ્રેમથી મેન્સ ક્રિકેટ ટીમને ત્રણેય ફોર્મેટમાં એક સફળ ટીમ બનાવવાની મારી કોશિશ રહેશે તેમ જસ્ટિન લેંગરે કહ્યું હતું.
6/7
ઓસ્ટ્રેલિયાનો આ પૂર્વ સ્ટાર ઓપનર 22 મેથી તેનો કાર્યકાળ સંભાળશે. લેંગરની આગામી 4 વર્ષ માટે કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. લેંગરના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બે એશિઝ સીરિઝ, ક્રિકેટ વિશ્વકપ અને ટી-20 વર્લ્ડકપ જેવી મહત્વની ટૂર્નામેન્ટ રમવાની છે.
7/7
ટીમની સૌથી મોટી જવાબદારી મળ્યા બાદ લેંગરે કહ્યું, અમારી ટીમ સામે હાલ કેટલાક મુશ્કેલ પડકારો છે પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પાસે ભરપૂર ટેલેન્ટ છે. જે અમને ગૌરવ અપાવે તેવો વિશ્વાસ છે. હું ખેલાડીઓ સાથે શક્ય તેટલું વહેલું કામ કરવાનું વિચારી રહ્યો છું.