કરુણ નાયરને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે જાહેર થયેલી ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી મળી. વળી, ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેને આખી સીરીઝ દરમિયાન બેન્ચ પર બેસી રહેવું પડ્યુ હતુ. તેને લાંબા સમય બાદ જૂનમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી.
2/5
કરુણ નાયરે કહ્યું કે, હું બસુ સરની સાથે ખુબ સમય વિતાવી રહ્યો છુ જે અમારા ટ્રેનર છે અને આની સાથે બેટિંગ કૉચ સંજય બાંગર સરની સાથે પણ. આમની સાથે ઘણાબધા થ્રૉ ડાઉન સત્ર અને સેશન થયા છે. તેમના અનુસાર હું ટીમ ઇન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી છે.
3/5
4/5
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, એક ઇન્ટરવ્યૂ દરમિયાન જમણેરી બેટ્સમેન કરુણ નાયરે ખુલાસો કર્યો છે કે ટીમ ઇન્ડિયાનો ફિટનેસ ટ્રેનર શંકર બસુએ તેને ખુદ બતાવ્યુ છે કે, તે ટીમનો સૌથી ફિટ ખેલાડી છે.
5/5
નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીને ટીમમાં સૌથી ફિટ ગણવામાં આવે છે. કેટલાય દિગ્ગજોએ પણ આ વાતને માની છે. યો યો ટેસ્ટને પણ તે સફળતાથી પાસ કરી લે છે. વિરાટ અનુશાસન અને સંઘર્ષની સાથે ફિટનેસને પણ નવુ રૂપ આપે છે. પણ હવે આ વાતમાં એક નવુ ટ્વીસ્ટ આવ્યુ છે કે ભારતીય ટીમમાં સૌથી ફિટ ક્રિકેટર કોહલી નથી પણ કરુણ નાયર છે.