શોધખોળ કરો
Advertisement
આર્ટિકલ 370ને લઈને ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે શું કહ્યું? જાણો વિગત
ક્રિકેટરથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરની આગેવાનીમાં રમત જગતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને હટાવવા પર કેન્દ્ર સરકારને શુભેચ્છા આપી દીધી છે.
નવી દિલ્હીઃ જમ્મૂ અને કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા અને કલમ 370ને નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણય પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખુલીને સમર્થન કર્યું હતું. સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મૂ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર સંવિધાનના કલમ 370ને રદ્દ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કર્યો હતો જેને પાસ કરી દેવામાં આવ્યો છે.
ક્રિકેટરથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરની આગેવાનીમાં રમત જગતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને હટાવવા પર કેન્દ્ર સરકારને શુભેચ્છા આપી દીધી છે. ગંભીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટેગ કરતાં ટ્વીટ કર્યું હતું કે, જે કોઈ ન કરી શક્યું તે અમે કરી દેખાડ્યું છે. કાશ્મીરમાં પણ આપણો તિરંગો ફરકાવ્યો છે. જય હિંદ. ભારતને શુભેચ્છા. કાશ્મીર મુકાબર.
આ ઉપરાંત સુરેશ રૈનાએ તેને ઐતિહાસિક પગલું ગણાવતા ટ્વીટર પર લખ્યું હતું કે, અનુચ્છેદ 370ને હટાવવો ઐતિહાસિક પગલું છે. આગામી સમયમાં શાંત અને વધુ સમાવેશી હશે.जो कोई ना कर सका वो हमने कर दिखाया है। कश्मीर में भी अपना तिरंगा लहराया हैं ???????????????? जय हिंद ! Congratulations India ! कश्मीर मुबारक!@narendramodi @AmitShah
— Gautam Gambhir (@GautamGambhir) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement