શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીને કોહલીને લઈ મજાક કરવી પડી ભારે, ફેન્સે કરી દીધો ટ્રોલ
જેમ્સ નીશમે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈ કરેલા ટ્વિટને લઈ ખુદ ટ્રોલ થઈ ગયો છે. નીશામે આ ટ્વિટ મજાકમાં કર્યું હતું.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમ તેની બેટિંગ અને બોલિંગના કારણે ચર્ચામાં રહેતો હોય છે. વર્લ્ડકપની ફાઇનલની હાર બાદ નીશમે બાળકોને ક્રિકેટના બદલે બેકરી ખોલવાની સલાહ આપી હતી, જેના ટ્વિટ વાયરલ થયા હતા. પરંતુ હવે જેમ્સ નીશમે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈ કરેલા ટ્વિટને લઈ ખુદ ટ્રોલ થઈ ગયો છે. નીશામે આ ટ્વિટ મજાકમાં કર્યું હતું.
નીશમે ટ્વિટર પર લખ્યું, રોરી બર્ન્સના નામે હવે એશિઝની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીની પૂરા એશિઝ કરિયરથી પણ વધારે રન નોંધાઈ ગયા છે. એશિઝ ટેસ્ટ સીરિઝ માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય છે. નીશમે જાણી જોઈને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના એશિઝ કરિયરનો ઉલ્લેખ કરતાં ભારતીય ફેન્સે તેને ટ્રોલ કર્યો હતો.
નીશમે ઈંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સની પ્રશંસા કરતાં ટ્વિટ કર્યું, એજબેસ્ટોનમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજી દિવસે પ્રથમ સદી ફટકારી. રોરી બર્ન્સની પ્રશંસા કરતાં નીશમે તેના ટ્વિટમાં કોહલીનું પણ નામ લખીને મજાક કરવાની કોશિશ કરી.Rory Burns now has more runs in his first Ashes innings than Virat Kohli has in his entire Ashes career ????♂️
— Jimmy Neesham (@JimmyNeesh) August 3, 2019

વધુ વાંચો