શોધખોળ કરો
Advertisement
IND vs NZ: વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે લોકેશ રાહુલ, પંત માટે મુશ્કેલી
BCCIએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન લોકેશ રાહુલ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી 5 મેચની ટી ૨૦ સિરીઝ શુક્રવારથી શરૂ થશે. પ્રથમ ટી -20 ઓકલેન્ડમાં રમાશે. આ દરમિયાન BCCIએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન લોકેશ રાહુલ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે બીસીસીઆઈએ લખ્યું કે, 'રાહુલ પોતાનાં ગ્લોવ્ઝ તૈયાર રાખતો હોય છે ?'
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ પહેલેથી જ સંકેત આપ્યા હતા કે રાહુલ ટી -20માં પણ કિપર રહેશે. તેણે વ્યાજબી પ્રદર્શન કર્યું છે અને ટીમને યોગ્ય સંતુલન પ્રદાન કર્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સૂચવ્યું હતું કે રાહુલ ટી -20 માં વિકેટકીપિંગ પણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં કર્યું હતું. કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે રાહુલ વનડેમાં નંબર -5 અને ટી -20 માં ટોપ ઓર્ડર પર બેટિંગ કરશે. જો રાહુલ વિકેટકિપીંગ સંભાળે તો ઋષભ પંતને ટીમમાં તક આપવી મુશ્કેલ બની રહેશે.
શિખર ધવનની જગ્યાએ ટીમમાં સામેલ સંજુ સેમસનને પણ તક આપવી મુશ્કેલ છે. એટલું જ નહીં, રવિન્દ્ર જાડેજા અથવા તો વોશિંગ્ટન સુંદરને તક મળશે. કેએલ રાહુલ વિકેટકિપીંગ અને બેટિંગ બંનેમાં સારો દેખાવ કરી રહ્યો છે. તેણે ટીમને સ્થિરતા આપી છે. અમે તેમની સાથે ચાલુ રાખીશું.Getting your keeping gloves ready @klrahul11? 👐👌🏻😃 #TeamIndia #NZvIND 🇮🇳🇳🇿 pic.twitter.com/g3EnlmdsWV
— BCCI (@BCCI) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
દુનિયા
Advertisement