(Source: ECI/ABP News/ABP Majha)
IPLમાં ધમાલ મચાવનારા આ દિગ્ગજને લખનઉનો કેપ્ટન બનાવવાનુ નક્કી, જાણો વિગતે
ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં આઠની જગ્યાએ હવે 10 ટીમો ભાગ લેશે. બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ આ વખતે રમતી દેખાશે.
Lucknow Captain : ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) જલદી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે હરાજીની તારીખો જાહેર કરશે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં હરાજીનું આયોજન થશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં આઠની જગ્યાએ હવે 10 ટીમો ભાગ લેશે. બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ આ વખતે રમતી દેખાશે.
આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે, બન્ને ટીમો અમદાવા અને લખનઉ બહુ જલ્દી પોતાના કેપ્ટનને પંસદ કરી લેશે. જોકે, અમદાવાદ સાથે હજુ કંઇક વિવાદ ચાલી રહ્યો છે, અને તે બહુ જલ્દી પુરો જશે. પરંતુ રિપોર્ટ છે કે લખનઉની ટીમે પોતાનો આગામી સિઝન માટેનો કેપ્ટન અત્યારથી જ નક્કી કરી દીધો છે.
આઇપીએલની સ્ટાર કેપ્ટનના હાથમાં આવી શકે છે લખનઉની કમાન-
રિપોર્ટ છે કે, આઇપીએલમાં ધમાલ મચાવનારા અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ગણાતા કેએલ રાહુલ આ રેસમાં સૌથી આગળ છે. લખનઉ ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપી શકે છે. રિપોર્ટ એટલે સુધી છે કે કેએલ રાહુલ અને લખનઉની વચ્ચે ડીલ ફાઇનલ થઇ ગઇ છે. પરંતુ આઇપીએલના નિયમોના કારણે હજુ સુધી આની અધિકારીક જાહેરાત નથી કરવામાં આવી. કેએલ રાહુલ આઇપીએલ 2021માં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો, પરંતુ તેને આ વખતે પંજાબથી અલગ થવાનો ફેંસલો કર્યો હતો.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા